તમામ ત્રાસવાદીનો સફાયો કરવા સુરક્ષા દળ મક્કમ છે

352

લશ્કરે તોયબાના કમાન્ડર અને કુખ્તાત ત્રાસવાદી અબુ દુજાના, બુરહાન વાની સહિત તમામ ટોપ ત્રાસવાદીઓના ખાતમા બાદ જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં પહેલ થઇ રહી છે. જો કે હજુ પણ કાશ્મીરમાં મોટા પાયે ત્રાસવાદીઓએ સક્રિય છે અને પરિસ્થિતીનો લાભ ઉઠાવીને વારંવાર હુમલા કરતા રહે છે. આવી સ્થિતીમાં સેના અને સુરક્ષા દળો તમામ ત્રાસવાદીઓનો ખાતમો કરવા માટે મક્કમ છે. આના માટે જીરો ટોલરન્સની નિતી પણ અપનાવવામાં આવી છે. ઓપરેશન ઓલ આઉટ પણ જારી છે. સુરક્ષા દળો તમામ ત્રાસવાદીઓનો સફાયો કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. સુરક્ષા દળોને છેલ્લા કેટલાક મહિનામાં ત્રાસવાદીઓની સામે મોટી સફળતા હાથ લાગી રહી છે. સંરક્ષણ નિષ્ણાંતોના કહેવા મુજબ આ સરકારની એ રણનીતિના એક હિસ્સા તરીકે છે જે હેઠળ ત્રાસવાદીઓનો ખાતમો કરવા જીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ વિગત આપતા કહ્યુ છે કે સરકાર કાશ્મીરમાં મુખ્યરીતે ત્રણ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ત્રાસવાદીઓની સામે કઠોર કાર્યવાહી એટલે જો જો ત્રાસવાદીઓ શરણાગતિ સ્વીકારવાનો ઇન્કાર કરે તો તેને ખતમ કરી દેવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. આના માટે સુરક્ષા દળો એન્કાઉન્ટરવાળી જગ્યાએ સ્થાનિક લોકોના પ્રદર્શનથી અસરગ્રસ્ત થશ નહી. આ ઉપરાંત ટેરર ફંડિંગ સાથે જોડાયેલા કટ્ટરપંથી લીડરો સામે પણ સકંજો મજબુત કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત સ્થાનિક લોકોના પ્રત્યે હળવુ વલણ અપનાવવામાં આવી શકે છે. સરકારના સુત્રોએ કહ્ય છે કે ત્રાસવાદીઓ સામે દબાણ વધારે તીવ્ર બનાવી દેવામાં આવનાર છે. હાલમાં સક્રિય રહેલા તમામ ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવી રહ્યો છે.