૬૪ ટ્રેનોના પ્રવાસ સમયમાં ૯૦ મિનિટનો ઘટાડો કરાશે

407

રેલવે દ્વારા ૬૪ ટ્રેનોના પ્રવાસ સમયમાં ૯૦ મિનિટ સુધીનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. રેલવે દ્વારા આના માટેની યોજના તૈયાર કરી લેવામાં આવી છે. ૬૪ રાજધાની અને શતાબ્દી ટ્રેનોના સંદર્ભમાં પણ રણનીતિ તૈયાર થઇ રહી છે. ૬૪ રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં બે વધારાના ડબ્બા જોડવામાં આવનાર છે. આગામી ત્રણ વર્ષના ગાળામાં રેલવે દ્વારા ટ્રેનોના સમયમાં પણ વધુ ફેરફાર કરવામાં આવનાર છે જેના ભાગરુપે પ્રવાસ અનએ ૯૦ મિનિટ સુધી બચી જશે. દરેક ટ્રેનમાં ત્રણ વધુ કોચ જોડવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે. વંદે ભારત એક્સપ્રેસને લઇને પણ ઉત્સુકતા દેખાઇ રહી છે. શતાબ્દી અને રાજધાનીમાં બે વધારાના કોચ જોડવા પાછળનો હેતુ ટ્રેનોની ગતિને વધારવાનો પણ રહેલો છે. લોકોને વધુ સુવિધા આપવાનો પણ રહેલો છે. આ વર્ષની શરૂઆતમાં રેલવે મંત્રી પીયુષ ગોયેલે સીએસએમપી-હઝરત નિઝામુદ્દીન રાજધાનીની શરૂઆત કરી હતી. આ ટ્રેન પુસ એન્ડ પુલ ટેકનોલોજી ઉપર સંચાલિત છે. ટ્રેનોમાં અતિઆધુનિક સુવિધા યાત્રીઓને મળે તે દિશામા ંરેલવે દ્વારા પહેલ કરવામાં આવી રહી છે. ૧૦૦ જેટલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ૨૦૨૪ સુધી દોડાવવાની યોજના રહેલી છે. વંદે ભારતનું નિર્માણ હાલમાં રોકવામાં આવ્યું છે પરંતુ ટ્રેનને વહેલીતકે ટ્રેક ઉપર લાવવામાં આવશે. હવે નવા ટેન્ડરો આવી ૪૦ ટ્રેનો માટે ટૂંક સમયમાં જ જારી કરવામાં આવનાર છે. આનો મતલબ એ થયો કે ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓને વધુને વધુ સુવિધા ટ્રેનમાં ઉપલબ્ધ કરાવાશે.

Previous articleFPI દ્વારા ઓગસ્ટમાં કુલ ૨,૮૮૧ કરોડ ખેંચાયા છે
Next articleઓટો ક્ષેત્રે મંદી : બે લાખથી વધુ કર્મીઓએ જોબ ગુમાવી