આફત આખરી નથી, અવસર બનાવો

544

લગભગ  ચોમેરથી ભાગો- દોડો ,ભેગું કરો ,ભોગવી લો,અને ભુસાઈ જાવ નો નારો અનેકોના જીવનમાં રોજ આફતના બુંગિયા વગાડે છે. મેટ્રોસિટીની મોડૅન લાઈફને સેટ કરવામાં અપસેટ થઇ જનારાં મોતની ચિતામાં છલાંગ લગાવનારની સંખ્યા ગણનાપાત્ર ઉપર જઈ રહી છે.પ્રાચિન દુહો કહે છે,”વિપત પડે ન વલખીએ વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજિયે ઉદ્યમ વિપતને ખાય .”

યુગો પહેલાં કહેવાયેલી વાત કેટલી સાંપ્રત છે.? મથામણ કરનાર માર્ગ શોધી કાઢે છે .સમયની રફતારમાં આવતાં વળાંકો જરૂર અટપટાં હશે પરંતુ તે અશક્ય કે અઘરા નથી. શ્વાસ લઈ લો થાક સમય નું પરિણામ છે. હતોત્સાહ થવાના સરિતા વહેણને ત્યાં જ છોડો અને આગળ વધો .કોઈ નવા કિરણો તમને આવકારી રહ્યા છે. તેની કુમાશ જીવનના ચમૅ સૌંદર્યને નવી આભાઓથી મઢી દેશે.

‘સમય સમય બલવાન હૈ ’ના સૂત્ર મુજબ માનવ પોતાની અપરિપક્વતા થી ભૂલો કરતો રહે છે છતાં પણ હરણફાળને ત્યજી દો.મંદ ગતિ મુકામ સુધી લઈ જાય છે મજધારે પહોંચતા નૈયાને ડુબવાના સંજોગો નિર્માણ થાય તો તમે આફતને ટાળી શકશો.ખર્ચ વ્યસન શોટૅકટને શોર્ટઆઉટ કરતા શીખો .લાંબા સમયનું આયોજન તમને જીવનના સંગીત તરીકે સાથ આપશે. મૂંઝવણોથી માર્ગ શોધનારા માર્ગદર્શકો પણ તમારા માટે હાથ લંબાવી રહ્યા છે ,તૈયાર છે. એવું કંઈ નથી કે જે અન્યોને સાથે હવે “શેર “ન કરી શકાય .ઉઠો ,જાગો મદદ તૈયાર છે

આપણી શિક્ષણપ્રથા ખોખલી અને બોદી સાબિત થઇ રહી છે. શાળા ગુણાંક મેળવવાનુ મશીન નથી, પણ ગુણગ્રહણ કરવાની પ્રયોગશાળા છે. શિક્ષક વેપારી નથી જીવનનો અર્થ અને તર્કપૂજં છે. યુરોપ અમેરિકાએ તેની ભૌતિકતાવાદી શિક્ષણપ્રથા ને ફગાવી દીધી છે. જે ત્યાંથી નીકળી જાય તેને આપણે ગ્રહણ કરીએ છીએ. અરે.. તું મેળવવાની માથાઝીક નહીં મેળવેલાંની મજા લેવામાં સમય સાચવી લે.

લાસ્ટ ટોક.

ચલો એકબાર ફીર સે અજનબી -અનજાન બન જાયે હમ સબ.

Previous articleપુર, હોનારતમાં ફસાયેલા લોકોને બચાવવા ગાજી મરીન તૈયારીમાં
Next articleતા.૧૨-૦૮-ર૦૧૯ થી ૧૮-૦૮-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય