ગારો કીચડના ત્રાસથી જનતા ત્રાહિમામ બાકી હોય તેમ ખુંટીયાઓનો  પણ ત્રાસ

407

રાજુલા શહેર ધણીધોરી વગરનું બનતા જનતા ત્રાહિમામ છે. નગરપાલિકામાં સૌ રાજકારણમાં વ્યસ્ત છે ત્યારે પ્રજા અસ્ત વ્યસ્ત બની છે અને કોઈ સાંભળવા વાળું નથી ત્યારે રાજુલાની ઓળખ કીચડ નગર થાય તો નવાઈ નહિં.

રાજુલા શહેરમાં હજુ વડોદરાવાળો વરસાદ તો પડ્યો નથીપ ણ માત્ર ધીમી ધારે વરસાદ આવે છે ત્યાં જ વિવિધ જેવા કે બાવળીયાવડી સવિતાનગર આમ્રપાલી સોસાયટી, ધર્મરાજ સોસાયટી, બાબર સોસાયટી, ધારનાથ સોસાયટી, ભેરાઈ રોડ, બ્રાહ્મણ સોસાયટી જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચારે તરફ કાદવ કીચડ જમ્યા છે. ત્યારે વહેલી સવારે બાળકો તેમજ તેનીમ ાતાઓ સ્કુલે જાય ત્યારે હાલત અતિ ખરાબ થાય છે. અને રોગચાળાની સ્થિતિ ઉભી થઈ છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી નેતાઓ પોતાના ધંધા તેમજ રાજકારણમાં વ્યસ્ત બન્યા છે. ઠેર-ઠેર મેડિકલ કેમ્પો કરી નેતાઓ વાહવાહી મેળવી રહ્યા છે. પણ જયાંથી રોગચાળાનો ઉપદ્રવ થાય છે તે બાબતે નેતાઓ અસરકારક કામગીરી નહિ કરતા ભારે રોષ ત્યારે ગોકુલનગર એક અને બે વીસ્તારમાં રહ મહિનાથી ગટર ઉભરાઈને રજુઆત ગોકુલનગરના પ્રમુખ ચાપરાજભાઈ વરૂ, તેમજ કનુભાઈ વરૂ, હસુભાઈ વરૂ કનુભાઈ કોટીલા દ્વારા અનેક વખત રજુઆતો કરી હોવા છતા ગટરના પાણી લોકોના ઘરમાં ભરાયાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છેઅ ને જવાબમાં ગટર વિભાગ બીજા પાસે છે મશીન બગડી ગયુ છે. કારીગર અમદાવાદથી બોલાવે  છે આવા જવાબો કયા સુધી સાંભળવા મળશે? જે ગટરના પાણી ઘરમાં ધુસ્યા છે.

 

Previous articleસુખભાદર ડેમમાં ૧ર ફુટ નવા પાણીની આવક થતા લોકો ખુશ
Next articleઘનશ્યામનગર પ્રા.શાળામાં સિંહ દિવસ ઉજવાયો