જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબુદી બાદ આજે બકરી ઇદના પ્રસંગે સંપૂર્ણ શાંતિ રહી હતી. મુસ્લિમ સમુદાયના લોકો આજે બહાર નિકળ્યા હતા. જુદી જુદી મસ્જિદોમાં ઇદની નમાજ અદા કરવામાં આવી હતી. લોકો એકબીજાને મળતા પણ નજરે પડ્યા હતા. કેટલાક નિયમો અમલી રાખવામાં આવ્યા હતા. લોકોને તહેવારમાં કોઇ અડચણો ન પડે તે માટે વિવિધ પગલા લેવામાં આવ્યા હતા. બકરી ઇદ પહેલા સામાન્ય લોકોને ઉજવણીમાં કોઇ તકલીફ ન પડે તે માટે કાશ્મીર ખીણના અનેક જિલ્લાઓમાં સંચારબંધી હળવી કરવામાં આવી હતી. બકરી ઇદના પ્રસંગ પર જમ્મુ કાશ્મીરમાં શાંતિ રહી હતી. રાજ્યમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ ફરીને સ્થિતિની સમીક્ષા કરતા નજરે પડ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં બકરી ઇદના પ્રસંગે સંપૂર્ણ શાંતિ રહી હતી. જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં અજિત દોભાલ નજરે પડ્યા હતા. દોભાલ આજે એકાએક લાલચોર, પુલવામા અને બેલગામ જેવા વિસ્તારમાં પહોંચ્યા હતા અને લોકો સાથે વાતચીત કરી હતી. વહીવટીતંત્રએ પણ જુદા જુદા વિસ્તારમાં સ્થાનિક મસ્જિદોમાં ઇદની નમાજ માટે મંજુરી આપી હતી પરંતુ ખીણમાં મોટી મસ્જિદોમાં મોટી સંખ્યામાં લોકોને એકત્રિત થવાની મંજુરી આપી ન હતી. રવિવારના દિવસે બેંકો, એટીએમ અને બજારો ખુલ્લા રહ્યા હતા. તહેવાર સાથે જોડાયેલી ખરીદદારી મોટાપાયે કરવામાં આવી હતી. રાજ્યમાં બકરી ઇદની ઉજવણી શાનદાર રહી હતી. અજિત દોભાલે આજે શ્રીનગર, પમ્પોર, લાલચોક, હઝરતબાલ, બડગામ અને દક્ષિણ કાશ્મીરના પુલવામા, અવંતિપોરામાં ફરીને લોકો સાથે વાતચીત કરી હતી. જમ્મુ કાશ્મીરમાં લોકો નમાઝ અદા કરવા માટે લોકો બહાર નિકળ્યા હતા. મોટી મસ્જિદોમાં લોકોને વધુ પ્રમાણમમાં એકત્રિત થવાની મંજુરી આપવામાં આવી ન હતી. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લોકો બહાર નિકળ્યા હતા. ખીણમાં શાંતિની સાથે નમાઝ અદા કરવામાં આવી હતી. ચારેબાજુ જવાનો તૈનાત રહ્યા હતા. અજંપાભરી શાંતિ કાશ્મીર ખીણમાં પ્રવર્તી રહી છે. બકરી ઇદના તહેવારને ધ્યાનમાં લઇને તહેવારમાં કોઇ અડચણ ઉભી ન થાય તેવા પ્રયાસ તંત્ર દ્વારા કરાયા છે. શ્રીનગર, અનંતનાગ અને બડગામ જિલ્લામાં લોકોને રસ્તા પર લોકોને બહાર નિકળવાની મંજુરી પણ આપવામાં આવી હતી. સામાન્ય લોકો ઇદ પહેલા બજારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદતા નજરે પડ્યા હતા. સ્કુલ અને કોલેજો પણ ખુલી ચુકી છે. ઉપરાંત સરકારી કર્મચારીઓને સમયસર ઓફિસ પહોંચવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી. અલબત્ત સાવચેતીના પગલારુપે જમ્મુ કાશ્મીરમાં હજુ પણ પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કૃત્યો જારી રાખવામાં આવ્યા બાદ હાલમાં સાવચેતી જરૂરી દેખાઈ રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ દ્વારા પોતાના વિશ્વસનીય લોકો પાસેથી માહિતી મેળવવાની પ્રક્રિયા જારી રહી છે. તેમના સૂચન મુજબ જ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. જમ્મુ કાશ્મીરની સાથે સાથે તંગદિલીગ્રસ્ત કાશ્મીર ખીણની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. જમ્મુના મોટાભાગના વિસ્તારોમાંથી સંચારબંધી દૂર કરી દેવામાં આવી છે.



















