મેષ (અ.લ.ઈ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ યેનકેન પ્રકારે કાર્ય સફળતાના યોગ આપે છે ઈચ્છીત સફળતા મેળવવા માટે સંઘર્ષમા વૃધ્ધી અને હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. અચાનક સફળતા મળવાના કોઈ જ યોગ નથી માટે જે છે તેમા જ વ્યવહાર કરવો જરૂરી છે. મિલ્કતો અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની હબાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે સંતાનોનું આરોગ્ય ચિંતા આવી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ઈષ્ટદેવનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
વૃષભ (બ.વ.ઉ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્માષ્ટમીના શુભ દિવસોમાં માત્ર ભક્તિ કરીને જ આનંદ મેળવવાનું સુચવે છે. શનીગ્રહની પનોતી અને સૂર્ય મંગળનો અશુભ અંગાર યોગ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. તેથી નવા કાર્યો માટે પણ સમય શુભ નથી મળતો. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષ ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
મિથુન (ક.છ.ઘ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શ્રાવણ માસના શુભ તહેવારોની ઉજવણી શુભ બનશે માત્ર કાલ્પનીક ભય અને નિર્બળ વિચારોનો ત્યાગ કરવો જરૂરી છે. પરાક્રમ સ્થાનમા સૂર્ય મંગળ અને શુક્ર ગ્રહની યુતી સ્વપરાક્રમથી કરેલા કાર્યોમાં ન ધારેલી સફળતા મળશે મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. પત્ની હબાગીદારો અને વડીલોનો સહકાર મળશે. વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી પ્રગતી મળશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
કર્ક (ડ.હ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સાતમ આઠમના શુભ દિવસોમાં વાણીવર્તનમા નમ્રતા અને ખોટા પ્રલોભનથી દુર રહેવાનું સુચવે છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરશો તો તહેવારોના દિવસો માણી શકાશે અને કાર્ય સફળતા માટે હજુ રાહ જોવી જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમા ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમા આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળાદાયી સમય રહેશે.
સિંહ (મ.ટ)
મીત્રો આપના માટે ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર સુર્ય મંગળનો અંગારયોગ અને ગુરૂગ્રહનો અશુભ બંધન યોગ અકારણ ચિંતા અને કાલ્પનીક ભય આપી શકે છે. તેમ છતાં લાભ સ્થાનમા રાહુ અચાનક કાર્ય સફળતાના યોગ આપે છે. માત્ર આપની અપેક્ષા વધુ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને ઈષ્ટદેવનું પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્ર ફળદાયી સમય રહેશે.
કન્યા (પ.ઠ.ણ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતી અને સુર્ય મંગળ શુક્રગ્રહનો અસુભ બંધનયોગ સાતમ આઠમના શુભ તહેવારોમા નિરપેક્ષ ભાવના કેળવવાનું સુચવે છે જે પરિસ્થિતી છે તે જ સાચવવા મા સફળતા સમજવી જરૂરી છે નવાકાર્યો માટે સમય શુભ નથી મિલ્કત અને વારસાઈ કાર્યો માટે સમય શુભ નથી મળતો પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપા માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
તુલા (ર.ત.)
મીત્રો આપના માટે ગોચરગ્રહોનું ભ્રમણ શ્રાવણ માસના શુભ તહેવારોની ઉજવણી શક્ય બનશે. પવિત્ર સાતમ આઠમનો આંનદ ઘણા વર્ષો પછી માણી શકશો. જન્મના ગ્રહો અને ઈશ્વરના આર્શિવાદ હશે તો ન ધારેલી સફળતા મળશે નવાકાર્યો માટે પણ સમય શુભ છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાલ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે આપના માટે સોમવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
વૃશ્ચિક (ન.ય)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સાતમ આઠમના શુભ તહેવારોમા વાણી વીવેકમા નમ્રતા અને વર્તમાનમા જીવવાનું સુચન કરે છે. તહેવારોની મજા માટે ભુતકાળને ભુલવો જરૂરી બનશે નવાકાર્યોની શરૂઆત શુભ રહેશે હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકારણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે આપના માટે શનિવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળયદાયી સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને રાશીપતી ગુરૂગ્રહનો બંધનયોગ વધુ મહેનતે થોડી સફળતા મળવાના યોગ આપે છે. તેથી સંતોષી નર સદા સુખી તે વાક્ય યાદ રાખશે તો સાતમ આઠમના તહેવારો માણી શકાશે. અને આનંદમાં રહી શકશો. મિલ્કત અને વારસાઈ કાર્યોમા ઉદભવતા સાહસો ન કરવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
મકર (ખ.જ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતીનો કપરો સમય અને સૂર્ય મંગળ શુક્ર અને કેતુગ્રહનો અશુભ બંધનયોગ મળે છે. તેથી શ્રાવણ માસના શુભ તહેવારોમા જન્મના ગ્રહોનો અને ઈશ્વરની ભક્તિ કરવાથી જ લાભ છે. નવા કાર્યો શરૂઆત માટે સમય શુભ નથી મિલ્કત અને વારસાઈ કાર્યોમા અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી
અને મોસાળપક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
કુંભ (ગ.શ.સ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શ્રાવણ માસના શુભ તહેવારોમા જીદ્દી સ્વભાવ અને વધુ પડતો આત્મવિશ્વાસ નિરાશા અને નિષફળતા આપી શકે છે. પ્રણય પ્રંસગોથી આર્થિક અને માનસિક ચિંતા મળી શકે છે. સાદગીથી જીવવાથી લાભ અને કાર્ય સફળતા મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી લાભ રહેશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શ્રાવણ માસના શુભ તહેવારોની ઉજવણી શક્ય બનશે કારણ કે રોગ શત્રુ સ્થાનમાં સુર્ય મંગળ અને ભાગ્યસ્થાનમાં ગુરૂ કપરા કાર્યોને પણ સરળ બનાવી શકશે માત્ર સુખ સ્થાનનમાં રાહુગ્રહ આતંરિક ચિંતા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ સહસ્ત્રના હજાર નામ જપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.