આગામી વર્ષમાં સૌથી ભીષણ મંદીનો દોર આવે તેવા એંધાણ

509

આગામી ૧૨ મહિનામાં આઠ વર્ષની સૌથી મોટી મંદીના ભણકારા વાગી રહ્યા છે. એક તૃતિયાંશ ગ્લોબલ ફંડ મેનેજર્સ દ્વારા આ અંગેની વાત કરવામાં આવી છે. આઠ વર્ષમાં મંદીનો સૌથી ખરાબ તબક્કો આવી શકે છે. આ મંદીના ભણકારા અત્યારથી જ વાગી રહ્યા છે. બેંક ઓફ અમેરિકા મેરીલલિંચ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ અંગેની વાત ઉભરીને સપાટી ઉપર આવી છે. સર્વે મુજબ આગામી વર્ષમાં આઠ વર્ષની સૌથી મોટી મંદી આવી શકે છે. સર્વે મુજબ ૩૪ ટકા ફંડ મેનેજરો કહી ચુક્યા છે કે, આગામી એક વર્ષમાં મંદીના વાદળો રહેશે. ઓક્ટોબર ૨૦૧૧ બાદ સૌથી મુશ્કેલરુપ તબક્કો હવે આવી રહ્યો છે. બીજી ઓગસ્ટથી ૮મી ઓગસ્ટ વચ્ચેના ગાળામાં કરવામાં આવેલા સર્વેમાં આ મુજબની વાત ખુલીને સપાટી ઉપર આવી છે. આ સર્વેમાં ૨૨૪ અર્થશાસ્ત્રીઓ દ્વારા પોતાના અભિપ્રાય રજૂ કરવામાં આવ્યા હતા. દુનિયાભરમાં ૫૫૩ અબજ ડોલરના ફંડમાં મેનેજમેન્ટની પ્રક્રિયા હાથ ધરી ચુકેલા ગ્લોબલ ફંડ મેનેજરો દ્વારા આ મુજબના અભિપ્રાય આપવામાં આવ્યા હતા. સર્વેમાં સામેલ કરવામાં આવેલા અડધાથી વધારે મેનેજરોનું કહેવું છે કે, કોર્પોરેટ ગ્રુપ દબાણની સ્થિતિમાં છે. તેમને પોતાના બેલેન્સશીટને સુધારવા માટે પગલાની જરૂર દેખાઈ રહી છે. મોટાભાગના ઇન્વેસ્ટરો માની રહ્યા છે કે, કોર્પોરેટને પોતાની બેલેન્સશીટમાં સુધારો કરવા માટે બાયબેક અને અન્ય વિકલ્પો ઉપર કામ કરવાના બદલે કેશના ઉપયોગને લઇને ધ્યાન આપવું પડશે. આવનાર દિવસોમાં ટ્રેડ વોર પણ ગ્લોબલ મંદીના મોટા કારણ તરીકે હોઈ શકે છે. એકંદરે આર્થિક મંદી અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો માટે સરચાર્જ સંબંધિત ચિંતા તથા નબળા વૈશ્વિક વાતાવરણના પરિણામ સ્વરુપે વૈશ્વિક બજારો હચમચી ઉઠ્યા છે. ખાસ કરીને પાંચમી જુલાઈના દિવસે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ બેંકિંગ શેરમાં મોટો કડાકો બોલી ગયો છે. નોન પરફોર્મિંગ લોન ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મોટાભાગની બેંકોના શેરમાં હાલત કફોડી બનેલી છે. પ્રાઈવેટ બેંકોના લોન ગ્રોથમાં ઘટાડો નોંધાયો છે. ખરીદી શક્તિ પણ ઉલ્લેખનીયરીતે ઘટી રહી છે. આવી સ્થિતિમાં આગામી તબક્કો ખુબ જ મુશ્કેલરુપ રહે તેમ માનવામાં આવે છે. જાણકાર લોકોના કહેવા મુજબ મંદીનો સામનો કરવા માટે જુદા જુદા દેશોમાં પગલા લેવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ હાલમાં આર્થિક મંદી પ્રવર્તી રહી છે. મંદીમાંથી બહાર નિકળવા પગલા ઉપર પણ વિચારણા ચાલી રહી છે.

Previous articleભારત વિન્ડિઝમાં સતત ચોથી ટેસ્ટ શ્રેણીને જીતવા ઇચ્છુક
Next articleભારતી એરટેલ-વોડાફોન આઈડિયાના ગ્રાહક તુટ્યા