ચોરી કરેલા ૩ બાઈક સાથે શખ્સને ઝડપી લેતી પોલીસ

556

આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર  ડી.ડી.પરમાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ. પરમારના માર્ગદર્શન અને સુચનાથી ગઇકાલે સાંજના સમયે સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે લીમડા ગામ, તા.વલ્લભીપુર ખાતેથી રમેશભાઇ મણીરામ દુધરેજીયા ઉ.વ.૪૨ લીમડા ગામ, વાળાને શંકાસ્પદ ત્રણ મોટર સાયકલ  કુલ કિ.રૂ઼ ૪૫,૦૦૦/- સાથે ઝડપી પાડી મજકુર ઇસમની પુછપરછ કરતા પોતે ઉપરોકત મો.સા. જુદા જુદા શહેરમાંથી ચોરી કરેલાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે. .

Previous articleસભામાં ભુદેવો વિરૂધ્ધ ભડકાઉ ભાષણ કરનાર ધાપા સામે પગલા ભરવા માંગ
Next articleરાણપુરમાં જળ શક્તિ અભિયાન અંતર્ગત  તલાટીની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ