શરીર સબંધી કેસોમાં સંડોવાયેલ ઈસમને હદપાર કરતી બોરતળાવ પોલીસ ટીમ

448

બોરતળાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર  કે.એમ. રાવલના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ દિપસંગભાઈ ભંડારી તથા હિતેશભાઈ મકવાણા એ હદપારીના કાગળો તૈયાર કરી ભાવનગર એસ.ડી.એમ સાહેબ તરફ મોકલી આપતા બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં રહેતો શરદભાઈ લીંબાભાઈ ચાવડા ઉવ. ૨૭ રહે. ચિત્રા બેક કોલોની, ભાવનગર વાળાને ભાવનગર જિલ્લાને અડીને આવેલ અમરેલી, બોટાદ, અમદાવાદ ગ્રામ્ય અને શહેર જિલ્લા માંથી છ માસ માટે હદપાર કરવાની દરખાસ્ત મંજુર થઈ આવતા મજકૂર સામાવાળાને ઈન્ચાર્જ પો.ઈન્સ  વી.સી. રંગપડીયા તથા પોલીસ કર્મચારીઓ ડી.કે.ચૌહાણ, દિપસંગભાઈ ભંડારી, હિતેશભાઈ મકવાણા, વિક્રમભાઈ મોરે, વિજયભાઈ સોલંકી તથા ડ્રા.હે.કો સુરસિંહ ગોહીલ નાઓએ મજકૂર ઈસમને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લાવી હદપારી હુકમની બજવણી કરી રાજકોટ જિલ્લા ખાતે મોકલી આપેલ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાણપુરમાં ઝવેરચંદ મેઘાણીની ૧ર૩મી જન્મજયંતિની ઉજવણી