રંઘોળા ભાવનાથ મહાદેવ મંદિરે ભાદરવી અમાસનો ભવ્ય મેળો યોજાયો

639

પવિત્ર શ્રાવણ માસ ના અંતિમ દિવસે ભાદરવી અમાસ ના રોજ રંઘોળા ખાતે આવેલા ભાવનાથ મહાદેવ ના મંદિર ના પટાંગણમાં ભવ્ય લોકમેળો યોજાયો હતો ભવ્ય અને ભાતીગળ લોકમેળામાં દિવસ ભર યાત્રિકોની ભીડ જોવા મળી હતી ત્યારે ભક્તજનો તથા મેળામાં ઉપસ્થિત લોકોને આકર્ષવા વિવિધ પ્રકારના ખાણીપીણી ના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા લોકોએ ભોળાનાથ ના દર્શન તથા ભાદરવી અમાસ ના મેળા નો અનેરા આનંદ નો લાભ લીધો હતો રંઘોળા ગામના પૌરાણિક અને આસ્થાનું પ્રતીક સમાં ભાવનાથ મહાદેવ ના મંદિરે આજે અમાસ નો ભવ્ય શણગાર પણ કરવામાં આવ્યો હતો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસિહોર ન્યાય મંદિરે અમૃતમ કાર્ડનો કેમ્પ