દર્શક વ્યાખ્યાન માળામાં ભાવનગરના જાણીતા ટ્રેનર અરવિંદભાઈ ત્રિવેદીનું સન્માન કરાયું

395

લોકભારતી સણોસરા ખાતે દર વર્ષે યોજાતી દર્શક વ્યાખ્યાનમાળા પ્રસંગે સંસ્થાના પુર્વ વિદ્યાર્થીઓ કે જેમણે સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપ્યું હોય તેમનું સન્માન કરવામાં આવે છે. વર્ષે તા. ર૯ના રોજ સંસ્થાના પાંચ પુર્વ વિદ્યાર્થીઓનું સન્માન થયું. જેમાં ભાવનગરના જાણીતા કોર્પોરેટ ટ્રેન અરવિંદભાી ત્રિવેદીનું પણ સન્માન કરવામાં આવ્યું. અરવિંદભાઈ ત્રિવેદીએ સમગ્ર ગુજરાતની વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ  અને સ્વયંસેવી સંસ્થાઓમાં, જ ે તે સંસ્થાઓ અને તેના કર્મચારીઓના ક્ષમતાવર્ધનના ૧ર૪૪થી વધુ તાલીમ કાર્યક્રમો પુરા પાડેલ છે. આ તાલીમ કાર્યક્રમને કારણે – ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયામાં આવેલા બદલાવથી બગાડ નિયંત્રણ, કામમાં ઝડપ, ક્ષતિ રહિત ઉત્પાદન પ્રક્રિયા અને અંતિમ ઉત્પાદનોમાં ગુણવત્તા સુધારનું નોંધપાત્ર કામ થયું છે. જયારે શૈક્ષણિક સંસ્થાઓમાં અધયાપકોની શિક્ષણ – પધ્ધતિમાં પરિણામલક્ષી સુધાર, વિદ્યાર્થીઓમાં પધ્ધતિસરની પરિક્ષા તૈયારીની તાલીમથી યાદશક્તિ, તનાવમુક્તિ અને આત્મવિશ્વાસ વધારવાનું કામ થયું છે. અને સ્વયંસેવી સંસ્થાઓમાં સંસ્થાઓના વહીવટીય કૌશલ્ય, દસ્તાવેજીકરણ, મુલ્યનિષ્ઠા અને કામ પ્રત્યે સમર્પિતતા વધી છે.

Previous articleમ્યુ. સ્ટેન્ડીંગ કમિટિની મળેલી બેઠકમાં મોટાભાગના તુમારો સર્વાનુમતે મંજુર
Next articleશહેર ભાજપ દ્વારા સંગઠન સંરચના કાર્યશાળા યોજાઈ