રાખી સાવંત મારા સંતાનની મા બનવાની છેઃ દીપક કલાલ

483

રાખી સાવંત પોતાની ચોરી છુપીથી વેડિંગથી ખુબ ચર્ચામાં આવી હતી અને હવે એક બીજી મોટી વાતને લઈ ચર્ચામાં છે. તેમજ તેની સામે દિપક કલાલ પણ એટલો જ ચર્ચામાં હતો. બંન્ને કંઈને કંઈ બોલીને એકબીજા પર અટેક કરતા હતા.

હવે એકવાર ફરી દિપક કલાલે રાખી સાવંતને લઈને મોટો દાવો કર્યો છે. જેને સાંભળીને લોકોને ખુબ હેરાની થઈ રહી છે. છે એવું કે દિપક કલાલે કહ્યું કે રાખી સાવંત તેની સંતાનની મા બનવાની છે. દિપકે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં એક પોસ્ટ અપલોડ કરી છે. આ પોસ્ટમાં રાખીના પ્રેગનેન્ટ હોવાનો દાવો કરીને લખ્યું છે કે, રાખી મારૂ બાળક તારા પેટમાં છે. તે તેના પપ્પાની બેઈજ્જતીનો બદલો જરૂર લેશે.

દિપકે આગળ લખ્યું છે કે, ૭ મહિલા અંદર જ સિંહનુ બાળક બહાર આવશે. તને શરમ આવવી જોઈએ કે તું આ રીતે ગીતનું પ્રમોશન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી રાખી સાવંતના લગ્નની ખબરો સામે આવી છે ત્યારથી જ દિપક કલાલ રાખીને લઈ વિવાદીત બયાનો આપી રહ્યો છે.

Previous articleએક્ટર કાર્તિક આર્યનને જાહેરમાં જ અનન્યા પાંડેએ ખખડાવી નાંખ્યો
Next articleયુવાને ૧૮ દિવસમાં ૯૦૦ કિમી ચાલી મુંબઇ પહોંચી અક્ષયકુમાર સાથે મુલાકાત કરી