ભાવનગરમાં ગણપતિ દાદાની મુર્તિ ખરીદવામાં ભાવિકોનો ભારે ધસારો

566

વિધ્નહર્તા દેવ ગણપતિદાદાના મહોત્સવનો આવતીકાલે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી પ્રારંભ થઇ રહ્યો છે.ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ગઇ છે. આજે મોડી રાત સુધી ગણપતિ દાદાની અવનવી, આકર્ષક અને મનોહર મૂર્તિઓ ખરીદવા માટે ગણેશભકતોએ પડાપડી કરી હતી.દાદાના ઉભા કરાયેલા વિશાળ મંડપ, પંડાલ, શામિયાણામાં જાતજાતની અને ભાતભાતની આકર્ષક મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે. દસ દિવસ ચાલતા ગણેશ મહોત્સવ બાદ અનંત ચતુર્દશીએ દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. શંકર-પાર્વતીના પુત્ર ગણેશ ભગવાન એ સદ્‌બુધ્ધી, ધન-વૈભવ અને સૌભાગ્યના અધિપતિ દેવતા કહેવાય છે અને સર્વ દેવોમાં તેમની સૌથી પહેલી પૂજા થાય છે  ર સપ્ટેમ્બરને સોમવારે સવારે ૧૧ વાગેથી બપોરે ૧ વાગ્યા સુધી સ્થાપના કરવા માટે મુહુર્ત શ્રેષ્ઠ છે. શહેરના ગધેડીયા ફીલ્ડ પાસે આવેલ ગણેશજીની મુર્તિઓ ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

Previous articleરક્ષક બન્યો રાક્ષસ : ત્રણ માસુમ બાળકોની હત્યા કરતો પિતા
Next articleવધુ ફિલ્મોમાં ભૂમિકા કરવા  તમિળ-તેલુગ શિખી ચુકી છે