કાગડાંઓનો દુશ્મન બન્યો વ્યક્તિ, ઘરથી બહાર નીકળતા જ પ્રહારો ચાલુ

409

શિવા કેવટ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના સુમેલા ગામના રહેવાસી છે. તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી અજીબો-ગરીબ સમસ્યાથી પીડાય છે. દરરોજ જ્યારે પણ તેઓ ઘરની બહાર નીકળે છે તો તેઓ હેરાન-પરેશાન દેખાય છે અને આકાશની તરફ જ જોતા રહે છે. તેમનો ‘આકાશી આફત’ પીછો જ છોડી રહ્યું નથી.

શિવા ગમે ત્યારે ઘરની બહાર નીકળે કાગડા તેમના પર હુમલો કરે અને આખા ગામના લોકોને મનોરંજન પૂરું પડે છે, તેઓ શિવાના ઘરની પાસે કલાકો સુધી ફરતા રહે છે અને રાહ જુએ છે કે કયારે શિવા બહાર નીકળે અને કાગડાઓ તેમના પર પ્રહારો કરે.

શિવાની મુસીબતની શરૂઆત ત્રણ વર્ષ પહેલાં ત્યારે થઇ હતી જ્યારે તેમણે લોખંડની જાળીમાં ફસાયેલા કાગડાના એક બચ્ચાને નીકાળવાની કોશિષ કરી હતી. શિવા કહે છે તેને મારા હાથમાં જ શ્વાસ છોડી દીધો હતો. જો હું કાગડાને સમજાવી શકયો હોત તો હું કહી શકત કે હું માત્ર તેની મદદ કરવા માંગતો હતો, પરંતુ તેઓ સમજે છે કે મેં જ તેને મારી નાંખ્યો છે.હવે શિવા એક લાકડી સાથે રાખે છે અને માથા પર આવતા કાગડાને તેનાથી ડરાવીને ભાગે છે. શિવાના શરીર પર કેટલીય જગ્યાએ ઇજા છે માથા પર સૌથી વધુ છે. શિવા એ વાતથી હેરાન છે કે કાગડા પણ કોઇની સાથે દુશ્મની રાખી શકે છે અને વ્યક્તિના ચહેરાને યાદ રાખી શકે છે. અમેરિકન યુનિવર્સિટી ઓફ વૉશિંગ્ટનના રિસર્ચરનું કહેવું છે કે કાગડાની યાદશક્તિ ખૂબ જ તેજ હોય છે અને તે એ વ્યક્તિનો ચહેરો યાદ રાખે છે, જેણે તેને હેરાન કર્યો હોય છે.

Previous articleઅફઘાન. પૂર્વ ઇન્ટેલિજન્સ ચીફનો દાવો : પાક.-ISIS વચ્ચેની સાઠગાંઠના ઠોસ પુરાવા છે
Next articleકિસ કરતા વીડિયોથી બ્લેકમેલ કરીને યુવકે કિશોરી પર દુષ્કર્મ આચર્યું