અપહરણના ગુન્હામા વોન્ટેડ આરોપી બગદાણામાંથી ઝડપાયો

463

આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર  ડી.ડી.પરમાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરી વી.એલ.પરમાર ના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમીરાહે આધારે દાઠા પો.સ્ટે. ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી કાળુભાઇ મેઘાભાઇ ડાભી ઉ.વ.૨૫ રહે. મુળ ખડસલીયા ગામ તા.મહુવા જી. ભાવનગર હાલ-સુરત વાળાને બગદાણા ગામ તા.મહુવા જી.ભાવનગર ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બગદાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleદામનગરમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઈ
Next articleનંદકુંવરબા મહિલા કોલેજમાં બે દિવસીય જ્ઞાનોત્સવ વર્કશોપનો પ્રારંભ