છેલ્લા ૫ મહિનામાં ૧૪૦ કરોડ કેશ,૫૨૪ કિલો સોનુ,૩ હજાર કિલો ચાંદી દાનમાં આવ્યુ

367

આ વર્ષના ૫ મહિનાઓ નાણાકીય દ્રષ્ટિએ દેશ માટે મુશ્કેલીજનક રહ્યાં હતા. ય્ડ્ઢઁ ગ્રોથ રેટ ૫ % પર આવી ગયો છે અને એક અઘોષિત આર્થિક મંદી શરૂ થઈ ગઈ છે. જેની વિપરીત ભારતના સૌથી અમીર મંદિરોમાં અવ્વલ તિરુપતિ મંદિરમાં દાનનો આંકડો રેકોર્ડ તોડી રહ્યો છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે ૫ મહિનાઓમાં મંદિરને જે દાન મળ્યું છે. તે અત્યાર સુધીનું સૌથી વધું છે. મંદિરમાં કેશ અને હુંડીમાં ૧૪૦ કરોડ રૂપિયા મળ્યા હતા. આ સિવાય સોનું અને ચાંદી પણ છેલ્લા વર્ષોની તુલનામાં બેથી ત્રણ ગણી મળી હતી.

તિરુમાલા તિરુપતિ દેવસ્થામ્‌ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ઓફિસર અને આઈએએસ અધિકારી અનિલ કુમાર સિંઘલના જણાવ્યા પ્રમાણે, ૨૦૧૮માં એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે ૧૧૩.૯૬ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આ સાથે ૩૪૪ કિલો સોનું અને ૧૧૨૮ કિલો ચાંદી પણ મળ્યું હતું.

૨૦૧૯માં આ આંકડો આશ્વર્યજનક રીતે વધી ગયો હતો. જેમાં ૧૪૦ કરોડ રૂપિયા રોકડ અને શ્રીહુંડીથી મળ્યા હતા. સાથે ૫૨૪ કિલો સોનું અને ચાંદી ૩૦૯૮ કિલો મળ્યું હતું. જે પ્રકારે દાનના આંકડામાં ઉછાળો આવ્યો જેથી એવું કહેવું ખોટું નહીં હોય કે દાનના મામલામાં આ વખતે પણ શ્રી તિરુપતિ દેવસ્થામ્‌ ભારતમાં પહેલા નંભર પર રહેશે.

Previous articleપહેલા દંડ ઓછો હોવાથી લોકો ટ્રાફિક નિયમોને ગંભીરતાથી નહોતા લેતાઃ ગડકરી
Next articleગોવામાં રિસોર્ટમાં રોકાણ કરવાનું કહી બે શખ્સોએ આર્મીમેન પાસેથી બે લાખ પડાવ્યા