ભાવનગર સ્કાઉટ ગાઈડ દ્વારા ટેસ્ટીંગ કેમ્પ યોજાયો

1279
bvn532018-8.jpg

ગુજરાત રાજય ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ દ્વારા રાજય કક્ષાનો સર્વોચ્ચ એવોર્ડ એવા રાજયપાલ એવોર્ડ માટે રાજયસંઘ દ્વારા ભાવનગર ખાતે ટેસ્ટીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. ભાવનગર શહેર-જિલ્લાની ૧૦ શાળાના રર સ્કાઉટ અને ૧૪ ગાઈડ મળી કુલ ૩૬ સ્કાઉટ-ગાઈડ ટેસ્ટીંગ કેમ્પમાં કસોટી આપી હતી. જે તમામ ઉત્તીર્ણ થતા જિલ્લા સંઘનું સૌ ટકા પરિણામ આવેલ છે. આગામી તા. ૧૧ માર્ચના રોજ રાજભવન ખાતે મહા મહિમા રાજયપાલ ઓ.પી.કોહલીજીના વરદ હસ્તે રાજયપાલ એવોર્ડ એનાયત કરવામાં આવશે. ગુજરાત તમામ જિલ્લાના ૧પ૦૦થી વધુ સ્કાઉટ-ગાઈડ, સ્કાઉટ ગાઈડ શિક્ષકો રાજભવન ખાતે સન્માન સમારંભમાં ઉપસ્થિત રહેશે. ભાવનગરના સ્કાઉટ-ગાઈડ દ્વારા આ સિધ્ધી પ્રાપ્ત કરવા બદલ પ્રમુખ નિશીષભાઈ મહેતા, ચીફ કમિશ્નર એન.એફ.ત્રિવેદી, જિ. સ્કાઉટ કમિશ્નર જયેશભાઈ દવે, જિ. ગાઈડ કમિશ્નર દર્શનાબેન ભટ્ટ તથા જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ તેમજ સમગ્ર જિલ્લા સંઘ પરિવાર દ્વારા સ્કાઉટ-ગાઈડને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. 

Previous articleઅખીલ ભારતીય બારોટ સમાજના ગણ માન્ય અધ્યક્ષ સામાજીક પ્રસંગે રાજકોટના મહેમાન બનશે
Next articleનવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તીલક હોળી ઉજવાઈ