ખુંટવડા ખાતે ઝડપાયેલ જાલી નોટ પ્રકરણમાં વધુ ૫૪ હજારની જાલી નોટ ઝડપી લેતી ભાવનગર એસઓજી

1034

તારીખ ૦૬/૦૯/૨૦૧૯ ના રોજ બાતમી આધારે ભાવનગર એસ.ઓ.જી. પોલીસે ખુંટવડા ખાતેથી એક ડોકટર રાકેશભાઇ બાધાભાઇ નાગોથા તથા ભગુભાઇ ઉર્ફે ભગત ભરવાડને રૂપિયા ૨૦૦૦ ના દરની ૨૬ હજારની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડેલ હતા અને ખુંટવડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન. બારોટ વધુ તપાસ હાથ ધરેલ અને ત્યારબાદ આ ગુન્હામાં સંડોવાયેલ વધુ એક આરોપી ચિરાગ ઉર્ફે મુન્નો જયેશભાઇ ઉર્ફે જપનભાઇ મકવાણા રહેવાસી નેસવડવાળાને ઝડપી પાડેલ અને તેને આપેલ કબુલાત આધારે ચોટીલા તાલુકાના ઢોકળવા ગામેથી જેસાભાઇ મનજીભાઇ રહેવાસી ઢોકળવા તા ચોટીલા તથા પરેશભાઇ જગદીશભાઇ સોલંકી રહેવાસી લાઠી તથા પ્રતિક જગદીશભાઇ નકુમ રહેવાસી બગસરાવાળાઓને રૂપિયા ૫૦૦ ની નોટ-૧૬૦ તથા ૨૦૦ ની નોટ-૨ તથા ૧૦૦ ની નોટ-૮ મળી કુલ રૂપિયા ૬૧૨૦૦/- ની નોટો તથા કાગળ પણ નોટો છાપેલ કાગળો તથા નોટો છાપવા ઉપયોગ લીધેલ પ્રિન્ટર  મશીન-૨ તથા નોતો છાપવા ઉપયોગમાં લીધેલ સાહિત્ય કબ્જે લઇ ત્રણેયની ઘરપકડ કરવામાં આવેલ હતી. અને પકડાયેલ આરોપીઓ ડોકટર રાકેશ તથા ભગુભાઇ ભરવાડ તથા ચિરાગ ઉર્ફે મુન્નાને કોર્ટમાં રજુ કરી દિન-૩ ના રિમાન્ડ મેળવામાં આવેલ.   જે કેસમાં આજરોજ રિમાન્ડ ઉપર રહેલ આરોપી ચિરાગ ઉર્ફે મુન્નાએ આપેલ કબુલાત આધારે તેના ઘરે નેસવડ ખાતેથી વધુ રૂપિયા ૨૦૦૦ ની નોટ ૨૭ ( ૫૪ હજાર રૂપિયા) કબ્જે લેવામાં આવેલ છે અને આરોપીઓ જેસભાઇ મેટાલીયા તથા પરેશ સોલંકી તથા પ્રતિક નકુમને કોર્ટમાં રજુ કરી દિન-૪ ના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. આમ એસ.ઓજી. પોલીસને ખુંટવડા ઝડપાયેલ જાલી નોટ પ્રકરણમાં વધુ ૫૪ હજારની જાલી નોટ કબ્જે કરવામાં સફળતા મળેલ છે.

Previous articleઘોઘા તાલુકા કોંગ્રેસ સમિતિની મિટિંગ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ
Next articleમુની ડેરી ચોકમાંથી ૩.પપ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો