સેંસેક્સ ૧૬૪ પોઇન્ટ સુધરી બંધ

357

શેરબજારમાં શુક્રવારના દિવસે જોરદાર તેજી રહ્યા બાદ આજે પણ તેજીનો માહોલ જારી રહ્યો હતો. આવતીકાલે શેરબજારમાં મોહર્રમના પ્રસંગે રજા આવે તે પહેલા જ તેજી જોવા મળી હતી. એચડીએફસી, લાર્સન એન્ડ ટુબ્રો, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સ જેવા કાઉન્ટરો ઉપર તેજી રહી હતી. બીએસઈ સેંસેક્સ આજે ૧૬૪ પોઇન્ટ સુધાર સાથે ૩૭૧૪૫ની સપાટીએ રહ્યો હતો. યશ બેંકના શેરમાં ચાર ટકાથી પણ વધુનો ઉછાળો રહ્યો હતો. એચસીએલ ટેકના શેરમાં ૧.૫૦ ટકાનો ઘટાડો રહ્યો હતો. એનએસઈમાં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ દ્વારા આજે ૧૧૦૦૦ની સપાટી હાંસલ કરી લેવામાં આવી હતી. કારોબારના અંતે નિફ્ટી ૫૭ પોઇન્ટ રિકવર થઇને બંધ રહ્યો હતો. તેની સપાટી ૧૧૦૦૩ રહી હતી. નિફ્ટીના ૫૦ શેર પૈકી ૩૫ શેરમાં તેજી અને ૧૫ શેરમાં મંદી રહી હતી. માર્કેટ બ્રીડ્‌થ આજે તેજીમાં જોવા મળી હતી. બીએસઈમાં આજે કારોબાર દરમિયાન ૭૧૯ શેરમાં કારોબાર થયો હતો જે પૈકી ૧૬૦૨ શેરમાં તેજી અને ૯૩૫ શેરમાં મંદી રહી હતી. ૧૮૨ શેરમાં યથાસ્થિતિ જોવા મળી હતી. બ્રોડર માર્કેટમાં એસએન્ડપી મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩૦ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૪૯૫ જોવા મળી હતી. એસએન્ડપી સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૧૫ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૨૭૧૦ રહી હતી. સેક્ટરલ મોરચાની વાત કરવામાં આવે તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ સિવાય તમામ ઇન્ડેક્સમાં મંદી રહી હતી. પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી હતી. આજે કારોબાર દરમિયાન નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૧.૬૧ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૨૪૧૯ રહી હતી. વૈશ્વિક બજારમાં પણ તેજીનો માહોલ રહ્યો હતો. વિશ્વની સેન્ટ્રલ બેંકો તરફથી ગ્રોથને વધારવા માટે પેકેજની જાહેરાત થઇ શકે છે તેવી આશા વિશ્વના દેશો રાખી રહ્યા છે. વિશ્વના બજારોમાં મંદી હાલ પ્રવર્તી રહી છે. યુરોપિયન માર્કેટમાં આજે તેજી સાથે કારોબારની શરૂઆત થઇ હતી. જર્મનીના નિકાસમાં વધારો થયાના આશ્ચર્યજનક આંકડા જારી કરવામાં આવ્યા હતા. બીજી બાજુ યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા નવા આંકડા જારી કરવામાં આવી રહ્યા છે. એશિયન માર્કેટમાં પણ સારી સ્થિતિ જોવા મળી રહી છે. સ્ટીમ્યુલસ પેકેજને લઇને કારોબારીઓ આશાવાદી છે. શેરબજારમાં હાલમાં જાહેર કરવામાં આવેલા જુદા જુદા સરકારી પગલાઓની અસર જોવા મળી રહી છે. એકબાજુ બેંકોની સ્થિતિને મજબૂત કરવા ૧૦ બેંકોને ચાર બેંકોમાં મર્જ કરી દેવામાં આવી છે. જંગી નાણાં પણ બેંકિંગ ક્ષેત્ર માટે ઠાલવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓટો સેક્ટર માટે પણ રાહતો જાહેર કરાઈ છે.

Previous article૧૮થી ૧૯ મહિનાઓમાં ભારતને એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ મળી જશે
Next articleબિલ્ડિંગ પર ચડી યુવકનો આપઘાતનો પ્રયાસ, લોકોએ છાજું બનાવી બચાવ્યો