ઘાત ટળી : તોઇબાના મોડ્યુલનો પર્દાફાશ, ૮ આતંકવાદી પકડાયા

401

જમ્મુ કાશ્મીરમાં આતંક મચાવવાના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવી દેવામાં આવતા મોટી ઘાત ટળી ગઈ છે. લશ્કરે તોઈબાના ખતરનાક મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ અન્યત્ર વિસ્તારમાં પણ આ પ્રકારના મોડ્યુલની શોધખોળ ચાલી રહી છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબૂદી બાદથી ત્રાસવાદીઓ અને કટ્ટરપંથીઓ ખતરનાક ઇરાદા પાર પાડવા પ્રયાસ કરી રહ્યા છે પરંતુ સફળતા મળી રહી નથી. સુરક્ષા દળો દ્વારા વિવિધ કઠોર પગલાના લીધે ત્રાસવાદીઓને સફળતા મળી નથી. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સેના અને પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા મોટા ઓપરેશનને સફળ રીતે પાર પાડીને કુખ્યાત ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબાના આઠ ત્રાસવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રાસવાદી સંગઠન તોયબાના એક મોટા ત્રાસવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. કાશ્મીરમાં એજન્સીઓને મળેલા ઇનપુટના આધાર પર કાર્યવાહી કરીને સેના અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બારામુલ્લા જિલ્લામાં લસ્કરે તોયબા સાથે જોડાયેલા આઠ કટ્ટરપંથી ત્રાસવાદીઓની ધરપકડ કરી લેવામા ંઆવી છે. ધરપકડ કરવામાં આવેલા ત્રાસવાદીઓની કઠોર પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ બારામુલ્લા જિલ્લાના સોપોરે ખાતે એજન્સીઓએ કઠોર કાર્યવાહી હાથ ધરી હતી., લશ્કરે તોયબા માટે આઠ શખ્સો કામ કરી રહ્યા હોવાની બાતમી મળ્યા બાદ ગુપ્ત રીતે તપાસ કરવામાં આવી હતી. ઝડપાયેલા શખ્સો પાસેથી કેટલીક ચોંકાવનારી માહિતી સપાટી પર આવી શકે છે. કાશ્મીરમાં કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓ કોઇ પણ રીતે સ્થિતીને ખરાબ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. યુવાનોને ઉશ્કેરવાના પ્રયાસો પણ થઇ રહ્યા છે.

પકડી પાડવામાં આવેલા લોકો બારામુલ્લામાં દુકાનદારોને બજાર બંધ રાખવા માટે ધમકી આપી રહ્યા હતા. સાથે સાથે ધમકી ભરેલા પોસ્ટર જુદા જુદા વિસ્તારમાં લગાવવા માટેની કામગીરીમાં સામેલ હતા. ધરપકડ કરવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી કેટલાક વાધાંજનક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. તેમની પુછપરછમાં અન્ય છુપાયેલા કટ્ટરપંથીઓન સંબંધમાં માહિતી મળી શકે છે. પોલીસ તપાસ કરી રહી છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં મોહર્રમ શાંતિપૂર્ણરીતે પસાર થતાં તંત્રએ રાહતનો દમ લીધો છે. મોહર્રમ જુલુસને રોકવા માટે જુદી જુદી કલમો લાગૂ કરવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી જેના લીધે મોહર્રમ જુલુસ વગર શાંતિપૂર્ણરીતે દિવસ પસાર થઇ ગયો છે.

Previous articleમધ્યપ્રદેશ ભારે વરસાદ અને પૂરના સકંજામાં : હાઈએલર્ટ
Next articleવિક્રમ લેન્ડરથી હજુ સુધી કોઇપણ સંપર્ક થયો નથી