હિંડોરડાના પુલ ગાબડુ પડતા સ્થાનિકોમાં રોષની લાગણી

392

હિંડોરડાના પુલમાં ગાબડુ પડતા વાહન ચાલકોના જીવ તાળવે  ચોટ્યા હતાં. સ્થાનિક તંત્ર કહે છે કે પુલ  કે ફોરટ્રેક રોડ કોન્ટ્રાકટને આપી દીધું છે શું કોઈ મોટી જાનહાનીની વાટ જોવાઈ રહી છે ?હિંડોરડા સરપંચ દ્વારા રોષ વ્યકત કરાયો છે.

રાજુલા નજીક હિંડરડાનો એક માત્ર સોમનાથ, દ્વારકા સુધી જવા આવવા એક માત્ર આ પુલ હોય આ પુલ પડુ પડુ થઈ ગયો હોય એક વરસમાં ૧ૅ૦ વખત પુલ વચ્ચેથી ગાબડા પડે છે કયારે શું થાય તે નક્કી કરતા લોકોના રૂંવાડા બેટઠા થઈ જાય છે. અનેકવાર હીંડોરડા સરપંચ વાધાભાઈ તથા ઉપસરપંચ દિનેશભાઈ કવાડ દ્વારા સ્થાનિક તંત્રને રજુઆત કરે છે અને તેનો જવાબ આ વખતે પાછુ પુલમાં ગાબડુ પડ્યું ત્યારે એવો આવ્યો કે અમોએ પુલનું કામ ફોરટ્રેક કોન્ટ્રાકટરને સોપં દીધું છે. અને ફોરટ્રેક વાળા કોન્ટ્રાકટર થાબડ પણા કરે છે. જયારે પણ ગાબડા પડ્યા ત્યારે થોડા મારીને જનતાને ઉલ્લું બનાવે છે. તેના મનમાં શું હોય તે ભગવાન જાણે કારણ હિન્દી ભાષી મનમાં ગુજરાતીઓ પર ઓરમાયું વર્તન રાખે છે. શું તેમને આ પુલની ગુજરાતીઓની ભયાનક જાનહાની જોવી હોય તેવું લાગી રહ્યું છે. તેવો રોષ ઠાલવતા હિંડોરડા સરપંચ વાધાભાઈ તથા ઉપસરપંચ દિનેશભાઈ બળાપો કાઢી ફરિવાર કડક ભાષમાં રજુઆત કરી છે.

Previous articleહરિદ્વારની કથામાં રાજુલાના ઉદ્યોગપતિ ભરતભાઈ બોરીચાનું સન્માન કરાયું
Next articleધારેશ્વરનો ધાતરવાડી ડેમ ઓવરફલો થતા જનતાએ નવાનીરના વધામણા કર્યા