ઈમામ હુશૈનની યાદમાં કોમી એકતા સાથે રાણપુરમાં તાજીયા જુલુશ નિકળ્યા

521

દેશભરમાં મુસ્લિમ સમુદાયના મોટા તહેવાર મનાતા મહોરમ પર્વ નિમિત્તે હજરત ઈમામ હુશૈનની યાદમાં મુસ્લિમો માતમ મનાવે છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુરમાં મહોરમ ના તાજીયા ખુબ જ પ્રસિધ્ધ છે.ઈમામ હુશૈનની યાદમાં વર્ષોથી મહોરમ પર્વ ઉપર પરંપરાગત રાણપુરમાં તાજીયાના જુલુશ નિકળે છે.ભારત ભરમાં નિકળતા તાજીયા કરતા રાણપુરમાં નિકળતા તાજીયા કંઈક અલગ રીતે નિકળે છે. રાણપુરમાં મહોરમની ઉજવણી હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો સાથે મળી કરે છે.મહોરમ ના દિવસે રાણપુરમાં મેળો ભરાય છે.અગીયારસ ના રાત્રે ૧૨ વાગ્યે તાજીયા ઉપડે છે અને બીજે દિવસે સવાર સુધી તાજીયા રાણપુરના માર્ગો ઉપર ફળે છે ત્યારબાદ બપોરના ૧૨ વાગ્યે તાજીયા ઉપડે છે અને તાજીયા નિકળે એટલે આ તાજીયા જુલુશ જોવા માટે હિન્દુ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.રાણપુરની એક કહેત બની ગઈ છે કે કોમી એકતા જોવી હોય તો રાણપુરમાં સોક્કસ જોવા મળશે.અહી કોઈ પણ તહેવાર હોય નવરાત્રી હોય કે મહોરમ તમામ તહેવાર કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવવામાં આવે છે.રાણપુરના આંબલીયા ચોરા,કાંકરીયા ચોરા અને દેસાઈ વોરા ચોરા આ ત્રણેય ચોરા દ્વારા તાજીયા જુલુશ કાઢવામાં આવે છે.ત્રણેય તાજીયા રતન ચોક,છત્રીપા શેરી,મોટાપીરના ચોક,કાંકરીયા ચોરા, દેસાઈવોરા ના ચોરે ફળી રાત્રે ભાદર નદીમાં આવેલ કુવામાં પધરાવામાં આવે  છે.આ તાજીયા જોવા માટે બોટાદ, સુરેન્દ્રનગર, વઢવાણ સહીત રાણપુર તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે.ધીમીધારે વરસતા વરસાદમાં પણ ભારે ઉત્સાહ પુર્વક તાજીયા નિકળ્યા હતા.જ્યારે મહોરમ પર્વ નિમિત્તે નિકળતા તાજીયા જુલુશ દરમ્યાન બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તથા ડી.વાય.એસ.પી-ગામીત,એલ.સી.બી-પી.આઈ ટી.એસ.રીઝવી એ રાણપુરની મુલાકાત લઈ સુરક્ષાની ચકાસણી કરી હતી. તાજીયા જુલુશ માં કોઈ અનિચ્છીનીય બનાવ નો બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જો કે ધીમીધારે વરસાદ ચાલુ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો..

Previous articleધંધુકા શહેર સહિત તાલુકામાં તાજિયા પર્વની શાનદાર ઉજવણી
Next articleઆંબા ચોક ખાતે માતમી ઝુલુસ યોજાયું