દિલ્હીની સરકારી હોસ્પિ.માં VIP કલ્ચર ખત્મ : કેજરીવાલનો આદેશ

338

દિલ્લીમાં અરવિંદ કેજરીવાલ એક પછી એક મોટા નિર્ણયો લઇ રહ્યા છે. તેમના નિર્ણયોની ચારેકોર પ્રશંસા થઇ રહી છે. અરવિંદ કેજરીવાલે હવે આદેશ કર્યો છે કે સરકારી હૉસ્પિટલમાં તમામ નાગરિકોને એક સરખી સારવાર મળશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “મે સ્વાસ્થ્ય વિભાગને સરકારી હૉસ્પિટલમાં વીઆઈપી કલ્ચર ખત્મ કરવાનો આદેશ આપ્યો છે. હવે દિલ્લીની સરકારી હૉસ્પિટલોમાં વીઆઈપી રૂમ નહીં મળે. તમામ નાગરિકોને સમાન સારવાર મળશે, પરંતુ આ સૌથી સારું હશે.”

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “દિલ્લી સરકારે હૉસ્પિટલોમાં ૧૩,૮૯૯ બેડ વધારવાનો નિર્ણય કર્યો છે. આ દિલ્લીની સરકારી હૉસ્પિટલોમાં રહેલા બેડની સંખ્યાથી ૧૨૦ ટકા વધારે છે. અત્યારે દિલ્લીમાં ૧૧,૩૫૩ બેડ છે.” આ ઉપરાંત દિલ્લી સરકારે તમામ સરકારી હસ્પિટલોને પૂર્ણ રીતે એસી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “દિલ્લીની તમામ સરકારી હૉસ્પિટલોને એસી બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.” આ પહેલા મંગળવારનાં દિલ્લી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સરકારી હૉસ્પિટલોની સુવિધાઓને લઇને સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈને એક રિપોર્ટ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સોંપ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે દિલ્લી સરકારની ૩૮ હૉસ્પિટલોમાં બેડ્‌સની ક્ષમતા ૧૧,૩૫૩ છે. આ ઉપરાંત ૧૩,૮૯૯ બેડ્‌સની ક્ષમતાને જોડવામાં આવી રહી છે.

Previous articleપોલીસકર્મીએ આઇપીએસલનું ચલણ કાપતા અધિકારીએ પોલીસ સ્ટેશનનું પાણી બંધ કરી દીધુ..!!
Next articleશાળામાં મોટો છબરડો…ધો.૧૦ નપાસ વિદ્યાર્થિનીને ધો.૧૧માં પ્રવેશ આપ્યો