પરોપકારમાં રૂપિયા લગાવવા માટે અઝીમ પ્રેમજીએ ૭૩૦૦ કરોડના શેર વેચ્યા

363

દેશમાં પરોપકાર માટે સંપત્તિ દાન કરવાના મામલે અઝીમ પ્રેમજીથી આગળ કોઈ નહીં. એટલું જ નહીં આ મામલે અઝીમ પ્રેમજી એશિયામાં સૌથી આગળ અને આખી દુનિયામાં પાંચમાં નંબરે છે. ત્યારે હવે અઝીમ પ્રેમજી અને વિપ્રો લિમિટેડે આ મામલે વધુ એક સરાહનીય કામ કર્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ અઝીમ પ્રેમજી અને વિપ્રો લિમિટેડ ગ્રુપે દેશની ચોથી મોટી આઈટી સર્વિસીઝ કંપનીના બાયબેક પ્રોગ્રામમાં ૭,૩૦૦ કરોડથી વધુ શેર વેચ્યા છે. જેથી વાયદા મુજબ તેમની મોટાભાગે કમાણી પરોપકારના કામો પર ખર્ચ થઈ શકે. મીડિયા રિપોર્ટ મુજબ વિપ્રોએ બુધવારે જણાવ્યું કે કંપનીના સંસ્થાપક ચેરમેન અને તેમના નિયંત્રણ હેઠળની કંપનીઓ તાજેતરમાં બાયબેક પ્રોગ્રામમાં ૨૨.૪૬ કરોડ શેર વેચ્યા છે. આ કંપનીમાં ૩.૯૬ ટકાની ભાગેદારી છે.

આપને જણાવી દઈએ કે આ પહેલા માર્ચ મહિનામાં અઝીમ પ્રેમજીએ વિપ્રોમાં ૬૭ ટકા શેરથી થનારી બધી આવક પ્રેમજી ફાઉન્ડેશનને આપવાની જાહેરાત કરી હતી. તે સમય તેની વેલ્યુ ૧,૪૫,૦૦૦ કરોડ એટલે ૨૧ અબજ ડોલર નક્કિ કરવામાં આવી હતી. પ્રેમજી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે જે સરકાર સાથે મળીને કેટલાક રાજ્યોમાં પ્રાથમિક શિક્ષાની ક્વોલિટીને વધુ સારી બનાવવા માટે કામ કરે છે. રિપોર્ટ પ્રમાણે પ્રેમજી પરિવાર અને તેમનાથી જોડાયેલ કંપનીઓ પાસે વિપ્રોના ૭૩.૮૩ ટકા શેર છે. શેર બાયબેક બાદ પ્રમોટર ગ્રુપની હોલ્ડિંગ કંપનીમાં વધીને ૭૪.૦૫ ટકા થઈ જશે.

Previous articleવિક્રમનો સંપર્ક કરવા ઇસરોની વ્હારે આવ્યુ નાસાઃ મોકલ્યો ‘હેલ્લો’નો મેસેજ
Next articleશેરમાર્કેટમાં દિવસના અંતે કડાકો, સેન્સેક્સ ૧૬૬ પોઇન્ટ ઘટી બંધ