દબંગ ગર્લ બબીતા ફોગાટે હરિયાણા પોલીસમાંથી અચાનક રાજીનામું આપ્યુ

0
186

આંતરરાષ્ટ્રીય મહિલા રેસલર બબીતા ફોગાટે હરિયાણા પોલીસના ઈન્સ્પેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. હરિયાણા પોલીસ દ્વારા તેનું રાજીનામું પણ સ્વીકારી લેવામાં આવ્યું છે. તેણે ૧૩ ઓગસ્ટના રોજ ઈન્સ્પેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું. તે હરિયાણાની બાઢડા કે ચરખી દાદરી બેઠકથી ભાજપની સીટ પર ચૂંટણી લડી શકે છે. તાજેતરમાં જ બબીતા તેના પિતા સાથે ભાજપમાં સામેલ થઈ હતી.

બબીતા ફોગાટે ગુરુવારે એક ટિ્‌વટમાં લખ્યું, હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને રાજનીતિમાં નવી શરૂઆત કરી રહી છું. હું તમને બધાને પણ આહ્વાન કરું છું કે તમે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને પ્રધાનમંત્રી મોદીના હાથને મજબૂત કરો.

બબીતા ફોગાટ અને તેના પિતા મહાવીર  ફોગાટ કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજુના હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા. દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત મહાવીર ફોગાટ ચાલુ વર્ષની શરૂઆતમાં અજય ચૌટાલની જનનાયક જનતા પાર્ટીમાં સામેલ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here