ભાજપા સેવા સપ્તાહ કાર્યક્રમની શરૂઆત, અમિત શાહે એઈમ્સ જઈને સફાઈ કરી

351

ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સેવા સપ્તાહ તરીકે ઉજવશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહએ એમ્સ જઈને શનિવારે સેવા સપ્તાહની શરૂઆત કરી. અમિત શાહ અહીં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે એમ્સ પહોંચ્યા હતાં. અમિત શાહે અહીં દર્દીઓના હાલચાલ જાણ્યાં અને તેમને ફળ વહેંચ્યા. અમિત શાહ અને જે પી નડ્ડાએ આ અવસરે એમ્સમાં સ્વચ્છતા અભિયાનમાં પણ ભાગ લીધો. તેમની સાથે પૂર્વ દિલ્હીથી ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પણ હાજર હતાં.

અમિત શાહે આ અવસરે કહ્યું કે ભાજપ સેવા સપ્તાહ, આ એક સપ્તાહ, કરોડો કાર્યકર્તાઓ અલગ અલગ જગ્યા પર સફાઈ કાર્યક્રમ, વૃક્ષારોપાણ અને શ્રમદાન કરીને સેવા સપ્તાહની ઉજવણી કરશે.

ભાજપે ૧૪ સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહની ઉજવણી કરશે. નોંધનીય છેકે ૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ભાજપે સેવા સપ્તાહ દરમિયાન સ્વચ્છતા એ જ સેવા, સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્તિ, જળ સંરક્ષણ અને સંવર્ધનના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે હિન્દી દિવસના અવસરે હું દેશના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપણે આપણી માતૃભાષાઓનો ઉપયોગ વધારીએ અને આ સાથે હિન્દી  ભાષાનો પણ પ્રયોગ કરીને પૂજ્ય બાપૂ અને લોહ પુરુષ સરદાર પટેલના દેશની એક ભાષાના સપનાને સાકાર કરવામાં યોગદાન આપીએ. હિન્દી દિવસની હાર્દિક શુભકામનાઓ.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હિન્દી દિવસના અવસરે લોકોને શુભકામના પાઠવી. પીએમ મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે હિન્દી દિવસની ખુબ ખુબ શુભકામનાઓ.

ભાષાની સરળતા, સહજતા અને શાલીનતા અભિવ્યક્તિને સાર્થકતા પ્રદાન કરે છે. હિન્દીએ આ પહેલુઓને સુંદરતાથી સમાહિત કર્યું છે.

Previous articleસરહદે  સેના આકરા પાણીએ, ૨ પાક. સૈનિકોને ઠાર કર્યા
Next articleહાઉસિંગ સેક્ટર માટે ૧૦ હજાર કરોડની સહાયતાની ઘોષણા