જગદીશભાઈ ફોફંડીની ફુડ એકસપોર્ટસ એસો. ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદે નિમણુંક

384

જગદીશભાઈ ફોફંડી વેરાળના યુવાન ઉદ્યોગપતિને વેરાવળ પાટણ સંયુકત નગરપાલીકાના પુર્વ પ્રમુખની સી ફુડ એકસપોર્ટસ એસોસીએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદે નિમણુંક થતા ગુજરાત સી ફુડ એકસપોર્ટસ એસસીએશન તથા વેપારી એસોસિએશન દ્વારા સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.

પ્રથમ વખત ગુજરાતીની નિમણુંક ઓલ ઈન્ડિયા સી ફુડ એકસપોર્ટસ એસોસીએશન ઓફ ઈન્ડિયાના ગૌરવવંતુ સ્થાન પ્રમુખ પદના સ્થાન પર વેરાવળના યુવા સી ફુડ એકસપોર્ટસ ઉદ્યોગપતિને મળતા સમગ્ર વેરાવળને ગુજરાતભરના ફીશ ઉદ્યોગપતિઓ તથા વેરાવળ, પોરબંદર, માંગરોળના માચ્છીમાર સમાજના અગ્રણપીઓ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પુર્વ મંત્રી જસાભાઈ બારડ, બીજ નિગમના ચેરમેન રાજસીભાઈ જોટવા, ગુજકોના ચેરમેન ગોવિંદભાઈ પરમાર, ગુજરાત રાજય ટુરીઝમ ડાયરેકટર ઝવેરીભાઈ ઠકરાર, સમસ્ત ખારવા સમાજના પટેલ લખમભાઈ ભેંસલા, વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સુયાણી, ચીફ ઓફિસર જતીન મહેતા, ઈન્ડિયા રેયોનના હેડ ડાગર, વેરાવળ એજયુકેશન સોસાયટીના ચીમનભાઈ અઢીયા, સંસ્કૃત યુનિવર્સિટીના ચાન્સેલર ગોપબંધુ મિશ્રા, ગુજરાત સી ફુડ એકસપોર્ટસ એસોસીએશનના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી તેમજ વેરાવળની વિવિધ સામાજીક સંસ્થાઓ સ્વૈચ્છીક સંસ્થાઓ, વેપારીઓ એસોસીેએશનો, ભીડીયા ખારાવા સમાજના અગર્ણીઓ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓને પત્રકારો અને વેરાવળને આસપાસના શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા આજ રોજ તા. ૧પ-૯ના રોજ વેપ્કો પ્રાર્થજના હોલ, જે.પી.સ્કુલ, વેરાવળમાં જગદીશભાઈ ફોફંડીનો ઉત્સાહ ભેર ભવ્ય સન્માન કરવામાં આવ્યું આ સન્માન સમારોહનું આયોજન પિયુષભાીઈ ફોફંડી સી ફુડ એકસપોર્ટ  એસોસીૈઅશન ગુજરાત રીજીયન દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ શહેરના શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને જગદીશભાઈ ફોફંડી પુષ્પગુચ્છ તથા સાલ તથા મેમોન્ટો આપી ઉતસાહભેર ભવ્ય સન્માન કરાયું હતું. ખારવા સમાજનું સમગ્ર ભારતમાં ગૌરવ વધારવા બદલ સમસ્ત ખારવા સમાજ દ્વારા સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્ય્રમનું સંચાલન રિતેશભાઈ ફોફંડી નરેશભાઈ વણિક અને નરેશભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવેલ હતું.

Previous articleબગસરા-દ્વારકા રૂટની બસ સુવિધા યુધ્ધના ધોરણે શરૂ થઈ મુસાફરોમાં રાહતની લાગણી
Next articleનાના ઉંમરડા ખાતે  પોષણ મેળા સહીત આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું