બળજબરીથી નાણા પડાવી લેવાના બે ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો

878

ભાવનગર એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવતા હતા દરમ્યાન સ્ટાફના  રાજદીપસિંહ ગોહીલ તથા વિશ્વજીતસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે બોરતળાવ પોલીસ સ્ટેશનના  ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રાવતુભાઇ ઉર્ફે ભરત સુરીંગભાઇ જળુ/કોળી ઉ.વ.૩૭ રહે. મુળ-બ્રાહમણ સોસાયટી, જૈન દેરાસરની પાછળ પાળીયાદ રોડ બોટાદ હાલ-માર્કેટીંગ યાર્ડ,  રવેચી ટ્રાન્સપોર્ટની ઓફીસ પાસે ભરવાડ સમાજની વાડીની સામે રાજકોટ વાળાને ભાવનગર માર્કેટીંગ યાર્ડના ગેટ નંબર-૧ ની સામેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleવાયબ્રિન્ટ ગુજરાતની વાતો વચ્ચે બાબરકોટ ગામે પાણી માટે વલખા
Next articleકર્મચારીઓના પ્રશ્નો ન ઉકેલાય તો બે દિવસ હડતાલની કરાયેલી જાહેરાત