આંબાચોકમાં આવેલ મોટા ફળીયામાં ચંપલના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી

712

ભાવનગર શહેરના આંબાચોક નજીક મોટા ફળીયા પાસે એક ગોડાઉનના મકાનના ઉપરના માળે અચાનક વિકરાળ આગ લાગી હતી. આ ઘટના ની જાણ ફાયર બિગ્રેડ ને કરતાં ફાયર બ્રિગેડ ટીમ પહોંચી ને આગને કાબુમાં કરવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર ની ટીમ દ્વારા 5 થી 6 ગાડી પાણી નો મારો ચલાવ્યો હતો. ફાયર દ્વારા આગ ને કાબુમાં કરવા નો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા.આ આગ નું કારણ જાણવા મળ્યુ નથી. આ આગ વિકરાળ હોવાને કારણે આજુબાજુ વિસ્તારમાં લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ હેમા ફૂટવેર નામના ગોડાઉન હોય તેમ જાણવા મળ્યું હતું.

Previous articleવરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસઓજી
Next articleગારીયાધાર પો.સ્ટે.ના ગેંગ કેસના આરોપીને ઝડપાયો