ગારીયાધાર પો.સ્ટે.ના ગેંગ કેસના આરોપીને ઝડપાયો

467

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપીઓ ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ગારીયાધાર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૪૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૦૧,૩૪ વિ. મુજબના ગુન્હાના કામન આરોપી સંજયભાઇ બાવકુભાઇ સોલંકી ઉ.વ.૨૫ રહે. ભંડારીયા તા.જસદણ જી.રાજકોટ વાળાને ગારીયાધાર બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગારીયાધાર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ. બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ આહીર તથા પો.કોન્સ. નીતીનભાઇ ખટાણા તથા એઝાઝખાન પઠાણ વિગેરે જોડાયા હતા.

Previous articleઆંબાચોકમાં આવેલ મોટા ફળીયામાં ચંપલના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી
Next articleઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના હસ્તે પાણીયાળા ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ કરાયું