હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પ મોટું એલાન કરે તેવા સંકેત

352

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક અઠવાડિયાની અંદર બે વખત એક-બીજા સાથે મુલાકાત કરશે. અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ બુધવારે વોશિંગ્ટનમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, અમેરિકા અને ભારત પાસે પોતાના રાજકીય સંબંધોને સદીની સૌથી મોટી ભાગીદારીમાં બદલવાની એક મોટી તક પ્રાપ્ત થઈ છે. ભારત પોતાની કેટલીક નીતિઓમાં ફેરફાર કરવા અંગે વિચાર કરી રહ્યું છે, જેથી અમેરિકાની કંપનીઓને દેશમાં લાવી શકાય.

શ્રૃંગલાના મતે મોદી અમરિકાની યાત્રા દરમિયાન બે વખત ટ્રમ્પ મળશે. એટલે કે કેટલાક મહિનાની અંદર બંને નેતાઓની મુલાકાત થશે.

શ્રૃંગલાએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકાની વચ્ચે દ્વિપક્ષીય વેપાર ગયા ૧૦ વર્ષમાં બમણો થયો છે. આગામી પાંચ વર્ષમાં ફરીથી બમણો થવાની સંભાવના છે. તેથી હ્યૂસ્ટન અને ન્યૂયોર્કમાં ટ્રમ્પ અને મોદીની મુલાકાત પહેલા બંને દેશોના અધિકારીઓ ટ્રેડ ડીલ નક્કી કરવાના પ્રયાસોમાં લાગ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે એવા સંકેત આપ્યા છે કે, આ મેગા રેલીમાં બંને દેશો વચ્ચેના વ્યાપારિક સબંધોને લઈને બહુ મોટી જાહેરાત થઈ શકે છે. હાઉડી મોદી ઈવેન્ટમાં લગભગ ૫૦૦૦૦ કરતા વધારે ભારતીયો ભાગ લેવાના છે. જે સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજાવાનો છે તેની તમામ બેઠકો ફુલ થઈ ચુકી છે.

એક તરફ પાકિસ્તાન કાશ્મીર મુદ્દે કાગારોળ કરી રહ્યુ છે તેવામાં જ ટ્ર્‌મ્પે આ રેલીમાં હાજર રહેવાની વાત કરીને બંને દેશો વચ્ચેના સબંધોને વધારે ગાઢ બનાવવાના સંકેત આપ્યા છે. દરમિયાન ટ્રમ્પને એક પત્રકારે પૂછ્યુ હતુ કે, હ્યુસ્ટન રેલીમાં મોટી જાહેરાત થઈ શકે છે ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો હતો કે, શક્ય છે,મારા પીએમ મોદી સાથે બહુ સારા સબંધ છે.

Previous articleફરાર હિરા કારોબારી નિરવ મોદી ૧૭મી સુધી કસ્ટડીમાં
Next article’જનનીની જોડ સખી નહીં જડે રે લોલ,’ ગીત ગાતાં ગાતાં નિવૃત્ત કોન્સ્ટેબલનું મોત