કોંગ્રેસના કાઉન્સિલર,સ્થાનિક લોકોએ પાણીની ટાંકી પર સામૂહિક સ્નાન કરી તંત્રનો વિરોધ કર્યો

472

શહેરમાં ઘણાં સમયથી પીવાનાં દૂષિત પાણીનો તો વકરતો પ્રશ્ન છે જેનો કોઇ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે હવે શહેરીજનોને વાપરવા માટે પાણી યોગ્ય પ્રમાણમાં નથી મળી રહ્યું. શહેરનાં વારસિયા, ગાજરાવાડી, ખોડિયાર નગર અને સરદાર એસ્ટેટ વિસ્તારમાં સ્થાનિકોને પાણી જ મળતું નથી. જેથી સ્થાનિકોએ આજે સરદાર એસ્ટેટ પાણીની ટાંકીએ નાહવા જઇને તંત્રનો વિરોધ કર્યો હતો. આ વિસ્તારોમાં  લો પ્રેસર સહીત ગંદા પાણીની સમસ્યા યથાવત સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. સ્થાનિકોએ કોર્પોરેશન હાય હાયનાં નારા પણ લગાવ્યાં હતાં.

સ્થાનિક અજય ભરવાડે આ અંગે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ’ તંત્રએ ફિલ્ટરેશ પાણી આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ સોસાયટી વિસ્તાર કે ઝૂપડપટ્ટીમાં પીવાનું ચોખ્ખું પાણી આપી શક્યા નથી. પાણી ઓછા પ્રેશરથી અને ઘણું જ દૂષિત આવે છે. લોકોને વાપરવા માટે કે નાહવા ધોવા માટે પાણી નથી મળતું. તેના વિરોધમાં અમે પાણીની ટાંકીમાં જ નાહવા આવી ગયા છે. કોર્પોરેશનની અણઘડત કામગીરીને કારણે લોકોને પાણી નથી મળી રહ્યું તો કોર્પોરેશન તૈયારી રાખે કે આજે થોડા જ લોકો આવ્યાં છે કાલથી વિસ્તારનાં બધા જ અહીં નાહવા આવશે.’

Previous articleનર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો, છેલ્લા ૧૦ દિવસથી ગોરા બ્રિજ રાહદારીઓ માટે બંધ
Next articleબ્રિજ બનાવવાની માંગ સાથે રંગપુરના ગામવાસીઓનું એનએચ-૮ પર હલ્લાબોલ