બ્રિજ બનાવવાની માંગ સાથે રંગપુરના ગામવાસીઓનું એનએચ-૮ પર હલ્લાબોલ

382

અરવલ્લી- સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે ૮ને દોઢ દાયકા બાદ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. ચિલોડાથી શામળાજી સુધીના ફોર લેન હાઈવેને સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે ત્યારે અંદાજીત ૯૩ કિમીના અંતરમાં ૯ જેટલા ફ્લાયઓવર, ૯ અંડર બ્રીજ અને ૧૩ જેટલા નાના વાહનો માટેના અંડર બ્રીજ બનાવવામાં આવવાના છે. શામળાજી નજીક રંગપુર ગામના ગ્રામજનોએ ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવવાની માંગ સાથે ચક્કાજામ કરતા તંત્ર દોડતું થયું હતું. ૨ કિમી લાંબી વાહનોની કતાર લાગી હતી.

નેશનલ હાઈવે ૮ પર શામળાજી નજીક આવેલા રંગપુર સ્ટેન્ડ નજીક આવેલી શાળામાં જતા બાળકો માટે આ માર્ગ હંકારતા વાહનો જોખમી નીવડી રહ્યા છે. ત્યારે બાળકોની સલામતીની માંગ સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને ચાર દિવસ અગાઉ આવેદનપત્ર આપી ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવવાની માંગ કરી હતી.

ગુરુવારે રંગપુર ગામના ગ્રામજનોએ નેશનલ હાઈવે ૮ પર સિક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હાઈવે પર ચક્કાજામ કરતા હોબાળો મચી ગયો હતો. સતત વાહનોથી ધમધમતા હાઈવે પર ચક્કાજામના પગલે ટ્રાફિકજામ થતા હાઈવે પર ૨ કિમી લાંબી કતારો લાગતા વાહનચાલકો કંટાળ્યા હતા. નેશનલ હાઈવે ૮ પર ટ્રાફિકજામના પગલે તંત્ર દોડતું થયું હતું.

Previous articleકોંગ્રેસના કાઉન્સિલર,સ્થાનિક લોકોએ પાણીની ટાંકી પર સામૂહિક સ્નાન કરી તંત્રનો વિરોધ કર્યો
Next articleમહાદેવ ભગવાન વિશે અમારાથી કંઇ બોલાયું હોય તો અમે ક્ષમા માંગીએ છીએ