સુરક્ષાસેતુ સોસાયટી – ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ‘રૂમઝૂમ નોરતા ૨૦૧૯’ નું ભવ્ય આયોજન

1138

સુરક્ષા સેતુ સોસાયટી તેમજ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાટરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવ દિવસ સુધી રૂમઝૂમ નોરતા ૨૦૧૯ નું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ અંગે પત્રકાર પરિષદ સંબોધતા જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોરે જણાવ્યું હતું કે લોકો અને પોલીસ વચ્ચેના સંબંધો વધુ સુમેળભર્યા બને તેમજ પરસ્પર સંકલન વધે તેવા હેતુથી આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી યોજાશે જેનું નામ રૂમઝૂમ નોરતા ૨૦૧૯ રહેશે. વધુમાં પોલીસ અધિક્ષકશ્રી એ જણાવ્યું હતું કે આ ઉત્સવમાં બહોળો લોક સમુદાય એકઠો થાય છે જેથી આ ઉત્સવ ના માધ્યમ થકી સરકારની વિવિધ લોકજાગૃતિ અંગેની યોજનાઓ નો પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. સ્વચ્છ ભારત મિશન, ટ્રાફિક અવેરનેસ, પ્લાસ્ટિક મુક્ત ભારત, બેટી બચાવો બેટી પઢાવો, જળ એજ જીવન, કુપોષણ મુક્ત ભારત, વગેરે જેવી વિવિધ થીમ તથા યોજનાઓની આ ઉત્સવના માધ્યમથી લોકોમાં જાગૃતિ વધે તેવો પ્રયાસ હાથ ધરાશે. ઉત્સાહ ઉમંગ સાથે આ રૂમઝૂમ નોરતા માં જોડાવા જાહેર જનતાને અધિક્ષકએ આમંત્રણ પાઠવ્યું છે.

Previous articleબરવાળા એ.પી.એમ.સી.ની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસની સયુંકત પેનલનો વિજય
Next articleકોંગ્રેસએ મગફળી તથા સર.ટી. હોસ્પિ.ના પ્રશ્ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું