શહેરના જોગસપાર્ક ખાતે ફનસ્ટ્રીટ કાર્યક્રમ યોજાયો

513

શહેરનાં આંગણે યોજાયેલ ફન સ્ટ્રીટ કાર્યક્રમમાં ૫ વર્ષનાં બાળક થી લઈને ૭૦ વર્ષનાં વૃધ્ધો પણ ભારે હોંશભેર સહભાગી થયા હતા. આ એક માત્ર એવો કાર્યક્રમ છે કે જેમાં દરેક વર્ગનાં લોકોની પસંદગી અનુરૂપ ઈવેન્ટો ની ગોઠવણ તંત્રએ કરી હતી પ્રાતઃ સમયે યોજાતા આ કાર્યક્રમ થી લોકોને બહુવિધ ફાયદાઓ થાય છે. ભાવેણાવાસીઓએ જૂની અને વિસરાઈ રહેલ રમતો રમી મન ભરીને માણી હતી.

આંગણે યોજાયેલ ફન સ્ટ્રીટ કાર્યક્રમમાં યોગા, ચેસ, કરાટે, ઝૂમ્બા ડાન્સ એરોબીકસ સહિતની બાબતો કે જેના થકી લોકો ચુસ્ત ફીટ એન્ડ હીટ રહી શકે એવો માહોલ બનાવવા માં આવ્યો હતો, તેમજ આતર રાષ્ટ્રીય યોગા કવીન અને ભાવેણાનું ઘરેણું જાનવી મહેતાએ યોગ કરતબ થકી ઉપસ્થિત લોકોને મંત્રી મુગ્ધ કર્યા હતાં. તો બીજી તરફ અનેક નવ યુવાઓએ સ્ટેજ પર પોતાની કાર્ય દક્ષતાનો પરિચય આપ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકા આજે સવારે ૬ કલાકે આતાભાઇ ચોક ખાતે ફન સ્ટ્રીટ યોજવામા આવેલ. જેમાં હેલ્થ, યોગા, સ્વચ્છતા થીમ આધારીત નાટક, સ્વચ્છતા આધારીત હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં બાળકોની સ્પીચ, જાદુના ખેલ તથા શહેરના જુદા જુદા જીમખાનાના રમતવીરો દ્વારા કરતબો રજુ કરવામાં આવ્યા હતા. તથા ફન સ્ટ્રીટમાં આવનાર શહેરના નાગરીકોમાં રહેલ કોઇ વિશેષ પ્રતિભાઓ નિર્દેશ કરવા ઇચ્છીત નાગરીકોને પણ સ્થળે હાજર તજજ્ઞોની ટીમ દ્વારા પસંદ થયેથી તક આપવામાં આવી હતી. આ સિવાય શહેરણા તમામ નાગરીકો જેઓ પોતાનું ગ્રુપ બનાવીને આવ્યા હતા. તેઓની રીતે રમત ગમત, નૃત્ય, ગાયન, ચિત્રકામ, પોતાના સંગીતના સાધનથી સંગીત પીરસવુ વિગેરે કાર્યક્રમો રજુ કરવા માટે મોકળાશ આપવામાં આવી હતી. ભાવનગરમાં ફન સ્ટ્રીટમાં કલા-કૌશલ્યનો અદભુત નજારો જોવા મળ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાવેણા વાસીઓ મોટી સંખ્યામા ઉમટી પડીને રસતરબોળ થયા હતા અને મુક્ત મને આનંદ માણ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકા દ્વાર યોજાયેલ આ કાર્યક્રમ બાળકો યુવકો અને યુવતીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમમાં યોગ, સ્કેટિંગ, ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો વેસ્ટર્ન ડાન્સ તેમજ યુવકોએ પોતાના શરીરનું કૌશલ્ય પણ રજૂ કર્યું હતું. ભાવનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં અનેક જાણીતા ગુજરાતી ગાયકો તેમજ આર્ટીસ્ટોએ પણ પોતાની કલા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાનનાં સ્વચ્છ ભારતના અભિયાનને સફળ બનાવવા અને ભાવનગરને ગંદકી મુકત કરવા પણ આહવાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યના કેટલાય જિલ્લામાં સરકાર દ્વારા ફનસ્ટ્રીટનું આયોજન કરવામાં આવતુ હોય છે. ત્યારે તાજેતરમાં ભાવનગર મહાનગર પાલિકા દ્વારા આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેને પગલે લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પોતાની અંદર છૂપાયેલ કળાને લોકો સમક્ષ પ્રગટ કરી હતી.

Previous articleકોંગ્રેસ સૌને સાથે રાખી દેશની અખંડિતતા માટે સમર્પિત – શક્તિસિંહ
Next articleચંગેજ ખાન ઉપર બાયોપિક ફિલ્મ કરવા સલમાન તૈયાર