હિના ખાન વેબ સિરીઝ ‘ડેમેજ્ડ -૨’થી ડિજિટલ ડેબ્યુ કરશે

521

ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યા બાદ હિના ખાન હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ એન્ટ્રી લઇ રહી છે. હિના ખાન ‘ડેમેજ્ડ- ૨’ નામની વેબ સિરીઝથી ડિજિયલ ડેબ્યુ કરવાની છે. ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘હંગામા પ્લે’ પર રિલીઝ થનારી આ વેબ સિરીઝમાં તે શેખર સુમનના દીકરા અધ્યયન સુમન સાથે જોવા મળશે.

આ વેબ સિરીઝમાં હિના ખાન ગૌરી બત્રાના રોલમાં છે જે એક ગેસ્ટહાઉસની ઓનર છે અને તે ઘણા રાઝ સંગ્રહીને બેઠી હોય છે. અધ્યયન સુમન આકાશ બત્રાના રોલમાં છે જે ગેસ્ટહાઉસનો કો-ઓનર છે. આ ‘ડેમેજ્ડ’ સિરીઝની બીજી સીઝન છે જે સુપરનેચરલ એલિમેન્ટ્‌સ સાથેનો સાયકોલોજિકલ ક્રાઇમ ડ્રામા છે. આ સિરીઝને એકાંત બબાની ડિરેક્ટ કરવાના છે.

હિના ખાને આ શોને લઈને પોતાની ઉત્સુકતા જતાવતાં કહ્યું કે, ‘હું ડેમ્જ્ડ ૨નો હિસ્સો બનવા માટે ઘણી ઉત્સાહિત છું. રોલની વાત કરું તો આ ઘણો અલગ અને પડકારજનક છે. મને વિશ્વાસ છે કે આ વેબ શો જ્યારે રિલીઝ થશે ત્યારે ઓડિયન્સને તેને જોવામાં મજા પડશે.’ અધ્યયન સુમને કહ્યું કે, ‘આ ડ્રામા,રોમાંચ અને સુપરનેચરલ એલિમેન્ટનું અજોડ કોમ્બિનેશન છે.’

Previous articleચંગેજ ખાન ઉપર બાયોપિક ફિલ્મ કરવા સલમાન તૈયાર
Next articleગાવસ્કર, લક્ષ્મણ, લારા બધાનો એક જ સુર… ‘પંત નંબર-૪ માટે લાયક નથી’