સિહોરના વલાવડ ફાટક સાથે મહાકાય કન્ટેનર ભટકાયું

389

ભાવનગર રાજકોટ હાઇવે વલાવડ પાસે આવેલ ફાટક સાથે એક કન્ટેનર નાગાલેન્ડ પાસિંગ દ્ગન્૦૧ દ્ભ ૩૩૧૪ ના ડ્રાઇવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા આ કન્ટેનર ફાટક ની સિગ્નલ ની કેબીન સાથે અથડાતા મસમોટું નુકશાન થવા પામેલ હતું ત્યારે સ્થળ પર હાજર ડ્રાઇવર રાહુલખાન મોન્ડલ ઉવ આ ૩૨ દ્વારા જાણવા મળેલ કે આ ગાડી રાજસ્થાનના ટપુકડા થી ભરવામાં આવ્યો હતો જેમાં હોન્ડા કંપની ની ૬ ગાડીઓ જે પીપાવાવ પોર્ટ લઈ જવાની હતી આ ગાડીઓ વિદેશમાં એક્સપોર્ટ કરવા માટે મોકલાતી હતી પરંતુ રસ્તો ભૂલી ગયો હોવાથી આ બાજુ આવી ગયો છું અને અન્ય વાહન ને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો અને કન્ટેનર ફસાઈ ગઈ હતી.

આ ઘટના ની જાણ થતાં રેલ્વે પીડબલ્યુઆઈ ચૌહાણ તથા રેલવે પોલીસ જાની તથા સ્ટાફના માણસો દોડી આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આગળની કાર્યવાહી રેલવે દ્વારા ચલાવી રહ્યા છે

Previous articleઘોઘા રા રો ફેરી સર્વિસની મુલાકાત લેતા સંજયસિંહ ગોહિલ
Next articleગાંધી જયંતિ નિમિત્તે સ્વ. શિક્ષણ ગ્રામ જીવન યાત્રા ર૦૧૯નો સર્વોત્તમ ડેરીથી શુભારંભ