ધ ગર્લનુ શુટિંગ પરિણિતી ચોપડાએ પરિપૂર્ણ કર્યુ છે

299

પરિણિતી ચોપડાને બોલિવુડની એક લોકપ્રિય અને શાનદાર અભિનેત્રી તરીકે ગણવામાં આવે છે. અનેક ફિલ્મોમાં તે પોતાની એક્ટિંગ કુશળતાની સાબિતી આપી ચુકી છે. તે હાલમાં જ પોતાની આગામી ફિલ્મ ધ ગદર્લ ઓન ધ ટ્રેનનુ શુટિંગ કરીને પરત ફરી છે. તે આ ફિલ્મનુ શુટિંગ કરીને વિદેશથી પરત ફર્યા બાદ કેટલાક વિષય પર વાત કરી રહી છે. ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરવામાં આવ્યા બાદ ભાવુક બનેલી પરિણિતી ચોપડાએ સોશિયલ મિડિયા પર કેટલીક પ્રતિક્રિયા આપી છે.

પ્રિયંકા ચોપડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ છે કે તે સાત સપ્તાહના ગાળા બાદ લંડનથી પરત ફરી છે. તેની આવનારી ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. તેનુ કહેવુ છે કે ફિલ્મના મામલે તે કેટલી રોમાંચિત છે તે અંગે શબ્દોમાં વાત કરવાની સ્થિતીમાં નથી. તેનુ કહેવુ છે કે તેની સાથે લાઇફમાં પ્રથમ વખત આવ્યુ બન્યુ છે કે કોઇ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરવામાં આવ્યા બાદ આ ફિલ્મની સાથે જોડાયેલી તમામ બાબતો તેની સાથે રહી ગઇ છે. તેનુ કહેવુ છે કે ફિલ્મમાં અદા કરવામાં આવેલી ભૂમિકા તેના અંદર હમેંશા માટે રહી ગઇ છે. પરિણિતી ચોપડા છેલ્લા કેટલાક વર્ષોથી બોલિવુડમાં સક્રિય રહી છે. તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. તેની પ્રથમ ફિલ્મ રણવીર સિંહ સાથે હતી. જો કે ત્યારબાદ અર્જુન કપુર સાથે તેની ઇશ્કજાદે સુપરહિટ સાબિત થઇ હતી. ત્યારબાદ તેની પાસે સારી ફિલ્મો આવતી રહી છે. તે તમામ મોટા સ્ટાર અને નિર્માતા નિર્દેશકો સાથે કામ કરી રહી છે. તેની ગણતરી એક શાનદાર અભિનેત્રી તરીકે જોવા મળી રહી છે. પરિણિતી પણ તેની બહેન પ્રિયંકા ચોપડાની જેમ સફળતા હાંસલ કરવા માટે ઉત્સુક છે. જો કે તે પ્રિયંકા જેટલી સફળતા હાંસલ કરી શકી નથી. તે લાંબી ઇનિગ્સ રમવા માટે ઇચ્છુક છે.