રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ભાવનગર ગ્રામ્ય સંચાલિત વર્ષનો ભાવનગર જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ગુરુકુલ વિવિધલક્ષી હાઈસ્કુલની ફૂટબોલની ભાઈઓની ટીમ વિજેતાં થતાં ખેલાડીઓ, વ્યાયામ શિક્ષક એમ.બી.ભટ્ટ તથા મેનેજર વિશાલભાઈ ગોહિલને સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવેલ. આગામી દિવસોમાં રાજય કક્ષાએ શાળા અને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
















