અકવાડા ગામથી રૂા. ર.૪૩ લાખના મુદ્દામાલ સાથે ર૦ શકુનીઓે ઝડપાયા

554

એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. વાઘિયા ને  બાતમીરાહે હકિકત મળેલ કે અકવાડા ગામની સીમમાં બારૈયા આણંદભાઇ દયાળભાઇ ની વાડીની ભાડાની ઓરડીમાં નરેશભાઇ ઉર્ફે પથુભાઇ રતીલાલા મકવાણા રહે. ઘોઘારોડ તરસમીયા ગામ આરાઘના સ્કુલની સામે શિવશકિત સોસાયટી પ્લોટ નં-૧૩/૨ ભાવનગર વાળો  બહારથી માણસોને ભેગા કરી મોબાઇલ લાઇટના અંજવાળે તીનપતિનો હારજીતનો જુગાર રમી રમાડે છે. અને જુગાર રમવા આવતા ઇસમોને પુરતી સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આઘારે પોલીસ અઘિક્ષક શ્રી. ભાવનગર પાસેથી જુગારના અખાડામાં પ્રવેશ કરવા માટે જુગારઘારા-૬ મુનજબનું ખાસ વોરન્ટ મેળી તા. ૨૩/૦૯/૨૦૧૯ ના કલાક-૧૯/૦૦ વાગ્યે નરેશભાઇ ઉર્ફે પથુભાઇ રતીલાલા મકવાણા ના જુગારના અખાડા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ -૨૧ ઇસમો મોબાઇલ લાઇટના અંજવાળે હારજીતનો તીનપતીનો જુગાર રમતા  જગદિશભાઇ જયંતિભાઇ સાકળીયા રહે.એસ.ટી વર્કશોપ બાજુમાં ચિત્રા મફતનગર ભાવનગર, રઘુવિરસિંહ ભોજુભા ગોહિલ રહે નવિ વિઠ્ઠલ વાડી બે માળીયા રૂમ નં-૧૩૦  ભાવનગર, પ્રવિણભાઇ નાકુભાઇ મકવાણા રહે.ભુતેશ્રવર ગામ તા. જી. ભાવનગર,  શાહરૂખખાન ઉર્ફે કામીયો હનીફખાન પઠાણ રહે.આનંદનગર સ્લમ બોર્ડ રૂમ નં-૪૦ ભાવનગર, હરેશભાઇ ગણપતભાઇ રાઠોડ રહે. ગણેશગઢ સોના મા ની વાડી પ્રેસ કવાર્ટસ ભાવનગર ,  કુલદિપસિંહ હેમરાજસિંહ ગોહિલ રહે. વિઠ્ઠલવાડી બે માળીયા રૂમ નં-૧૨૮  ભાવનગર ,  ચિરાગભાઇ કિશોરભાઇ બાંભણીયા રહે. ચિતરંજન ચોક વિદયાનગર પ્લોટ નં-૯૦   ભાવનગર, કિશનભાઇ હરેશભાઇ બાંભણીયા  રહે. વિદયાનગર ચિતરંજન ચોક પ્લોટ નં-૯૯  ભાવનગર, ઇદરીશભાઇ એહમદભાઇ પઠાણ  રહે. કુંભારવાડા પીપર આગળનો ખાંચો ભાવનગર, વિષ્ણુભાઇ લાલજીભાઇ જાદવ  રહે. ગોપાલનગર મોમાઇ માતાની દેરી પાસે હાદાનગર ભાવનગર, જમાલભાઇ મહમદભાઇ મહેતર રહે. કાળાનાળા ઉપરકોટ ભાવનગર, રસીકભાઇ વલ્લભભાઇ દલસાણીયા  રહે.ગૈાતમ હાઉસ જ્ઞાન મંજરી હોસ્ટેલ પાછળ ભાવનગર, હેમરાજસિંહ હરદેવસિંહ ગોહિલ રહે. અવાણીયા ગામ તા.ઘોઘા જી. ભાવનગર,  દિનેશભાઇ હીરાભાઇ બાંભણીયા રહે. ઘોઘારોડ કૈલાસ સોસાયટી ભાવનગર, અર્જુનભાઇ રણજીતભાઇ મકવાણા  રહે. ઘોઘારોડ ૧૪ નાળા ભાવનગર , મુકેશભાઇ મનસુખભાઇ બારૈયા રહે. માલણકા ગામ તા.જી.ભાવનગર, દિનેશભાઇ જીવરાજભાઇ મેર રહે. નવાગામ ચિરોડા તાબે વરતેજ તા.જી.ભાવનગર ,ભુપતભાઇ ભીમાભાઇ મકવાણા રહે. નવાગામ નવા પ્લોટ તા.જી. ભાવનગર, નરેશ ઉર્ફે પથુ રતિલાલ મકવાણા રહે. ઘોઘારોડ તરસમીયા ગામ ભાવનગર, હરેશ ઉર્ફે ભયલુ ઘનજીભાઇ બારૈયા રહે. શિવાજી સર્કલ પેટ્રોલ પંપની પાછળ મફતનગર ભાવનગર , મહેશ ઉર્ફે મયલો ઘરમશીભાઇ પરમાર રહે. સોનગઢ તા.શિહોર જી.ભાવનગરવાળા આ ૨૧ એ ઇસમો બારૈયા આણંદભાઇ દયાળભાઇની વાડીની ભાડાની ઓરડીની ઓસરીમાં મોબાઇલ લાઇટના અંજવાળે  ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીત નો તીનપત્તીનો જુગાર રમી-રમાડતા મળી આવતા ગંજીપતાનાં પાના-૧૦૪ કિ.રૂ.૦૦/-, રોકડ રૂ.૨,૦૦,૨૧૦/-તથા મોબાઇલ નંગ-૧૭ કિ.રૂ.૪૩,૦૦૦/- સાથે મળી કુલ રૂ.૨,૪૩,૨૧૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય જઇ જુ.ધા.કલમઃ-૪,૫ મુજબ ગુન્હો કરેલ હોય. તમામ વિરૂધ્ધમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleકુંભારવાડાના કોંગી નગરસેવકનો ધોળા દિવસ અપહરણ કરવાનો પ્રયાસ
Next articleસોફ્ટ પોર્ન જેવી ફિલ્મની ઓફર કંગનાને થઇ હતી