ભયલુબાપુની અખિલ ભારતીય સંત સમાજના આમંત્રીત સભ્ય તરીકે નિમણૂક

561

અખિલ ભારતીય સંત સમાજ દ્વારા ભયલુબાપુની આમંત્રીત સભ્ય તરીકે વરણી કરવામાં આવતા સૌરાષ્ટ્ર અને ગુજરાત તેમજ સમગ્ર દેશના સંતો દ્વારા આવકારી ભયલુબાપુને આશીર્વાદ પાઠવવામાં આવ્યા. બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે આવેલ વિસામણબાપુની જગ્યા પંચાળ ભૂમિમાં આવેલી આ વિહળાનાથની જગ્યામાં લાખોની સંખ્યામાં સેવકો,હરિભક્તો આ દેહાણ જગ્યામાં દર્શનાર્થે આવે છે. શ્રદ્ધા સાથે કરેલ પ્રાર્થના થી ફળ મેળવે છે તેવી આ જગ્યાના મહંત પરમ પુજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ નિર્મળાબા ના દર્શન થી આવનાર ભક્ત પોતાના જીવનને ધન્યતા અનુભવે છે. ત્યારે પાળીયાદ ગામે આવેલ આ વિહળાનાથની આ જગ્યા માં ૨૪ કલાક હરીહર પ્રસાદ ચાલુ હોય છે.
પાળીયાદ વિહળાનાથની જગ્યામાં આવતા ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ નો પડે તે માટે સતત ચિંતા કરતા જગ્યાના સંચાલક ભયલુબાપુ પાળીયાદ વિસામણબાપુ ની જગ્યા નો ખુબજ વિકાસ કરી સમગ્ર દેશમાં જગ્યાની કંઈક અલગ જ ઓળખ ઉભી કરી છે.વિહળાનાથ ની જગ્યાના સંચાલક ભયલુબાપુ વિશે તો જેટલું લખીએ એટલુ ઓછુ છે.કારણ કે ભયલુબાપુ એ વિહળનાથ ની જગ્યા માં ખુબ જ વિકાસ કર્યો છે અને જગ્યાને એક નવી ઉંચાઈ એ લઈ ગયા છે.વિસામણબાપુની જગ્યાના સતત વિકાસના કાર્યમાં રહેતા ભયલુબાપુનું સંચાલન બિરદાવા લાયક છે.
જગ્યામાં આવતા દરેક ભક્તોને અહીં એક સરખો આવકારો મળે છે.ત્યારે અખિલ ભારતીય સંત સમાજ દ્વારા ભયલુબાપુની આમંત્રિત સભ્ય તરીકે વરણી કરવામાં આવેલ છે જેને સૌરાષ્ટ્ર અને ગુજરાત તેમજ સમગ્ર દેશ ના સંતો દ્વારા આવકારી ભયલુબાપુને આશીર્વાદ પાઠવવામાં આવેલ છે. વિહળાનાથની જગ્યાના શુભચિંતકો તેમજ સેવકગણ તથા ભક્તો એ ભયલુબાપુ ને અખિલ ભાયતીય સંત સમાજ ના આમંત્રીત સભ્ય તરીકે નિમણુક કરવામાં આવતા શુભેચ્છાઓ તેમજ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.