મામાકોઠા રોડ પરથી ગાંજાના જથ્થા સાથે શખ્સને ઝડપી લેતી ર્જીંય્ની ટીમ

603

ભાવનગર સ્પેશ્યિલ ઓપરેશન ગ્રૃપ પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે શહેરના મામાકોઠાર રોડપર ગેરકાયદે ગાંજાના જથ્થાનું વેચાણ કરતાં શખ્સને સૂકો ગાંજો તથા અન્ય મુદ્દામાલ સાથે ઝડપી તપાસ હાથ ધરી હતી. ભાવનગર શહેર-જિલ્લામાં ગેરકાયદે થતાં માદક પદાર્થોની હેરાફેરી-વેચાણની બદ્દી કડક હાથે ડામી દેવા રેન્જ આઈજી અશોક કુમાર યાદવે આપેલી સૂચનાઓ અનુસંધાને શહેર પોલીસની ટીમોએ ચોક્કસ એકશન પ્લાન તૈયાર કરી બાતમીદારોને સતર્ક કર્યા હોય જેમાં શહેરના એક બાતમીદારે એસઓજીને માહિતી આપી હતી કે શહેરના મામાકોઠા રોડ પર ભૂતનાથ મહાદેવ મંદિર પાસે રહેતો યશ ઉર્ફે જીગર મુકેશ ગોહેલ ઉ.વ.૨૦ ધંધો મજુરી વાળો પોતાના ઘરે બહારથી ગાંજો લાવી વિના પાસ પરમીટે વેચાણ કરે છે જે હકીકત આધારે ટીમે યશ ના ઘરે રેડ કરતાં યશ ઉર્ફે જીગરના કબ્જા તળેથી સુકો ગાંજો ૬.૫૦ ગ્રામ કિંમત રૂ,૬૫,૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ,૧૧,૫૦૦ સાથે શખ્સને ઝડપી નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.