સેંસેક્સ ૩૯૬ પોઇન્ટ સુધરી ૩૮૯૮૯ની ઉંચી સપાટીએ

350

શેરબજારમાં આજે તેજી સાથે કારોબારની પૂર્ણાહુતિ થઇ હતી. ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની સપ્ટેમ્બર સિરિઝના છેલ્લા દિવસે તેજી રહી હતી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરનો અંત લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા બાદ નવી આશા જાગી છે. આજે લેવાલી જામી હતી. કારોબારના અંતે સેેસેક્સ ૩૯૬ પોઇન્ટ ઉછળીને ૩૮૯૯૦ની સપાટી પર રહ્યો હતો. વેદાન્તાના શેરમાં સાત ટકાનો ઉછાળો રહ્યો હતો. તેના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. આવી જ રીતે યશ બેંકના શેરમાં પાંચ ટકાનો ઘટાડો રહ્યો હતો. ૩૦ સેર પૈકી ૨૩ શેરમાં તેજી રહી હતી. બાકીના સાત શેરમાં મંદી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઇ મિડકેપમાં ૧૩૧ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૪૩૫૬ રહી હતી. બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૫૭ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૪૪૦ રહી હતી. આવી જ રીતે એનએસઇમાં નિફ્ટી ઇન્ડેક્સ ૧૩૩ પોઇન્ટ ઉછળીને ૧૧૫૭૩ની ઉંચા સપાટી પર રહ્યો હતો. નિફ્ટીમાં ૪૧ શેરમાં તેજી અને નવ શેરમાં મંદી રહી હતી. એનએસઇમાં સેક્ટરલ ઇન્ડેક્સમાં આઇટી સિવાય તમામ ઇન્ડેક્સમાં પોઝિટવ સ્થિતી રહી હતી. મેટલના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યોહતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૪.૩૨ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૨૫૨૫ રહી હતી. નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં ૦.૨૯ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૫૩૧૭ રહી હતી. યશ બેંકના શેરમાં પાંચ ટકાનો ઘટાડો રહેતા તેના શેરની કિંમત છ વર્ષની નીચી સપાટી પર પહોંચી ગઇ હતી.  શેરબજારમાં  હાલમાં બે દિવસની તેજીના કારણે મૂડીરોકાણકારોની સંપત્તિમાં ૧.૫૦ લાખ કરોડ રૂપિયાનો વધારો થઇ ગયો હતો. ગુરુવારના દિવસે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૧૩૮૫૪૪૩૯.૪૧ કરોડ રહી હતી.  નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કોર્પોરેટ ટેક્સ રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ હાલમાં સેંસેક્સમાં બે દિવસના ગાળામાં ૩૦૦૦ હજાર પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો.બીએસઇ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૧૦૩૫૨૧૩.૦૩ કરોડ રૂપિયા વધી જતાં બે કારોબારી સેશનમાં માર્કેટ મૂડી ૧૪૮૮૯૬૫૨.૪૪ કરોડ થઇ હતી.  ગુરુવારના દિવસે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૧૩૮૫૪૪૩૯.૪૧ કરોડ રહી હતી. ગયા શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારામને કોર્પોરેટ ટેક્સ રેટને ૩૫ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવાની જાહેરાત કરી હતી. ગઇકાલે બુધવારના દિવસે વેચવાલી વચ્ચે સેંસેક્સમાં મોટો ઘટાડો થયો હતો. જુદા જુદા વૈશ્વિક પરિબળો વચ્ચે બીએસઇ સેંસેક્સ ૫૦૪ પોઇન્ટ ઘટીને ૩૮૫૯૩ની નીચી સપાટી પર રહ્યો હતો.ગ્રોથ કેપિટલમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં  યશ બેંકના શેરમાં ઘટાડો જારી રહ્યો છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના શેરમાં પણ સતત પાંચમાં દિવસે તેજી રહી હતી.

Previous articleગટર સફાઈ કરવા ઉતરેલા કામદારનું ગુંગળાવાથી મોત
Next articleમધ્યસ્થ જેલમાં મોબાઇલની બાતમી આપ્યાના વ્હેમમાં કાચા કામના કેદી પર હુમલો