વાઢેરાની સામે દલીલો પર પાંચમી નવેમ્બરે સુનાવણી

332

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરા પર સકંજો વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. ઇડીએ આજે દિલ્હી હાઈકોર્ટમાં રજૂઆત કરતા કહ્યું હતું કે, રોબર્ટ વાઢેરાને કસ્ટડીમાં લઇને તેમની પુછપરછ કરવાની જરૂર દેખાઈ રહી છે. કારણ કે, મની લોન્ડરિંગના મામલામાં નાણાની લેવડદેવડની કડીઓ સાથે તેમના સીધા સંબંધ દેખાઈ રહ્યા છે. ઇડીએ જસ્ટિસ ચંદ્રશેખરની સામે કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરા મામલામાં સહકાર કરી રહ્યા નથી. વાઢેરા ઉપર લંડનમાં ૧૨ બ્રાઇનસ્ટન સ્કવેર સ્થિત ૧૭ કરોડ રૂપિયાની સંપત્તિ ખરીદવામાં મની લોન્ડરિંગનો આક્ષેપ થયેલો છે. તેમની સામે મની લોન્ડરિંગ અટકાયત કાયદા હેઠળ તપાસ ચાલી રહી છે. હવે તેમની સામે મની લોન્ડરિંગ મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. પુછપરછની શક્યતા દેખાઈ રહી છે. નાણાની લેવડદેવડની કડીના સીધા સંબંધ તેમની સાથે રહેલા છે. વકીલોનું કહેવું છે કે, તેમને કસ્ટડીમાં લઇને પુછપરછ કરવાની જરૂર દેખાઈ રહી છે. વાઢેરાના વકીલે ઇડીના દાવાને ફગાવી દઇને કહ્યું છે કે, એજન્સી જ્યારે પણ તેમના લોકોને બોલાવે છે ત્યારે તપાસમાં સહકાર કરે છે પરંતુ ઇડીએ જે પ્રશ્નો કર્યા છે તેના જવાબ મળી રહ્યા નથી.

બીજી બાજુ વાઢેરાના વકીલે ઇડીના તમામ દાવાઓને ફગાવી દીધા છે અને કહ્યું છે કે, તેમના ઉપર મુકવામાં આવેલા આક્ષેપોને સ્વીકાર નહીં કરવાનો મતલબ એ નથી કે, અમે સહકાર આપી નરહ્યા નથી. દલીલોને સાંભળ્યા બાદ કોર્ટે આ મામલા પર અંતિમ ચર્ચા પાંચમી નવેમ્બરના દિવસે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. નિચલી કોર્ટે વાઢેરાને આગોતરા જામીન આપી દીધા છે જેથી ઇડીએ હાઈકોર્ટમાં પડકાર ફેંકીને રજૂઆત કરી હતી. વાઢેરાએ મંગળવારના દિવસે કોર્ટમાં ઇડીની અરજીનો વિરોધ કરીને કહ્યું હુતં કે, આવા એક પણ દાખલા નથી કે તપાસમાં સહકાર કરવામાં આવી રહ્યો નથી. પુરાવા સાથે ચેડા કરવાની પણ કોઇ દહેશત નથી. કારણ કે, ઇડી તેમની પાસેથી મામલા સાથે સંબંધિત તમામ દસ્તાવેજ પહેલાથી જ જપ્ત કરી ચુકી છે. ઇડી દ્વારા બિનજરૂરીરીતે તપાસ કરવામાં આવી રહી છે. ઇડીની પાસે તેમની સામે આરોપોના સમર્થનમાં કોઇપણ સામગ્રી નથી. બીજી બાજુ ઇડીએ કોર્ટમાં જોરદાર રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, તેમને કસ્ટડીમાં લેવાની જરૂર છે. વિદેશ છોડીને ભાગવાની શંકાના સંદર્ભમાં વાઢેરાએ કહ્યું હતું કે, આ અંગેના અહેવાલ પણ આધાર વગરના છે.

Previous articleગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો  સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
Next articleહની ટ્રેપ : આઠ પૂર્વ પ્રધાન,૧૨ ટોપ અધિકારી ભારે મુશ્કેલીમાં