કો-ઓપરેટિવ બેંક કોંભાડ : પવારે છેલ્લી ઘડીએ નિર્ણય બદલી દીધો

390

મહારાષ્ટ્‌માં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી ગઇ છે ત્યારે એનસીપીના નેતા શરદ પવારને રાજકીય ઘમસાણની સ્થિતી સર્જાઇ ગઇ છે. એનસીપીના લીડર શરદ પવારની સામે ઇડી દ્વારા કેસ દાખલ કરવામા ંઆવ્યા બાદ જોરદાર ચર્ચા ચાલી રહી છે. શરદ પવારે રાજકીય ઘમસાણ અને એનસીપીના કાર્યકરોમાં નારાજગી વચ્ચે આજે છેલ્લી ઘડીએ શરદ પવારે ઇડી સમક્ષ ઉપસ્થિત ન થવાનો નિર્ણય કર્યો હતો. શરદ પવારે પોતે કહ્યુ હતુ કે તેઓ હાલમાં ઇડીની ઓફિસમાં જનાર નથી. આ પહેલા મુંબઇમાં પોલીસ કમીશનર પોતે પવારને મળવા માટે તેમના આવાસ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ પવારે મિડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે તેઓએ ઇડી સમક્ષ ઉપસ્થિત થવા માટેનો તેમનો નિર્ણય હાલમાં બદલી નાંખ્યો છે. શરદ પવારે મિડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે અહીં કાનુન અને વ્યવસ્થાની સ્થિતી ખરાબ થાય તેમ તેઓ ઇચ્છતા નથી. જેથી ઇડીની ઓફિસમાં જઇ રહ્યા નથી. કોઓપરેટિવ બેંક કોંભાડ સાથે તેમના કોઇ લેવાદેવા હોવાનો પવારે ઇન્કાર કર્યો હતો. ઇડી આ મામલે સરકારના આદેશનુ પાલન કરી રહી છે. તમામ વિરોધ પક્ષો તેમની સાથે છે. તે પહેલા મુંબઉના પોલીસ કમીશનર સંજય બાર્વે પવારના આવાસ પર પહોંચી ગયા હતા અને ઇડી સમક્ષ ઉપસ્થિત ન થવા માટે અપીલ કરી હતી. બીજી બાજુ ઇડી દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે તે હાલમાં પવારની પુછપરછ કરવા માટે ઇચ્છુક નથી. જેથી ઇડીની ઓફિસમાં હાલમાં આવવા માટેની કોઇ જરૂર નથી. તે પહેલા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા.

મુંબઇના અનેક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી હતી.  ઇડીની ઓફિસની બહાર અને દક્ષિણ મુંબઇના કેટલાક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા હતા. સાત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. આશરે ૨૫ હજાર કરોડ રૂપિયાના આ મામલામાં મુંબઈ પોલીસે ગયા મહિનામાં જ એક એફઆઈઆર દાખલ કરી હતી.

વર્ષ ૨૦૦૭થી લઈને ૨૦૧૧ વચ્ચે આ કૌભાંડમાં મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લાના અન્ય અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે. શરદ પવાર અને અન્યોની સામે કૌભાંડના સંદર્ભમાં મનીલોન્ડિંગના કેસમાં તપાસ બાદ પાર્ટીના કાર્યકરોએ ઈડીની ઓફિસની બહાર દેખાવો કરવામાં આવી ચુક્યા છે. શરદ પવારે ગઇકાલે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, દિલ્હીમાં જે સરકાર છે તેનાથી ભયભીત નથી. તેમણે કહ્યું હતું કે, મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક કૌભાંડ મામલામાં કોર્ટમાં રજુ કરવામાં આવેલા તથ્યોના આધાર પર શરદ પવાર અને અન્ય આરોપીઓ પર એફઆઈઆર દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવી ચુક્યો છે. પવાર સામે હવે કાર્યવાહીને લઇને તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ અને ડીકે શિવકુમાર પહેલાથી જ સકંજામાં આવી ચુક્યા છે. આજે શરદ પવારે કાર્યકરોને સંયમ રાખવા માટેની પણ અપીલ કરી હતી. દક્ષિણ મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં આખરે સ્થિતિ મોડેથી હળવી કરવામાં આવી હતી.

Previous articleરાજસ્થાનના જોધપુરમાં રોડ અકસ્માત  ૧૬ લોકોના મોત, ૧૦થી વધુ ઘાયલ
Next articleઅમે યુદ્ધ નહીં બુદ્ધ આપનાર : મોદી