ત્રીજા દિવસે રંગમોહનમાં કલાકારોની સુંદર કલા પ્રસ્તુતી

1860

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા શરૂ થયેલ રંગમોહન યુવા મહોત્સવમાં આજે ત્રીજા દિવસે શાસ્ત્રીનૃત્ય, સમુહગીત, સીલો, લોકવાદ્યવૃંદ, લોકગીત, એકાંકી, શાસ્ત્રીય ગાયન, વકતૃત્વ, પોસ્ટર મેકીંગ, મેહંદી, રંગોળી, નિંબધ, સહિતની સ્પર્ધામાં સ્પર્ધકો ભાગ લીધો હતો. આ યુવાન મહોત્સવમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રંગમોહન શીર્ષક અંતર્ગત મહોત્સવમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં વિવિધ કોલેજ ભાગ લઈ રહી છે જે આવતીકાલે સમાપન સમારોહ યોજાશે.

Previous articleતેજસ્વી પ્રાથમિક શાળામાં સ્વચ્છતા ફિ સેવાનો કાર્યક્રમ યોજાશે
Next articleબાર ગામ સંઘર્ષ સમિતિ દ્વારા  મલેકવદર ગામે સભા યોજાઈ