શહેરના ચાવડીગેટ વિસ્તારમાં મુસ્લિમ યુવાનની ગોળી મારી હત્યા

1207

ભાવનગર શહેરના વડવા ચાવડીગેટ પાસે ફાયરીંગની ઘટના બની જેમાં એક મુસ્લિમ યુવકને ગોળી વાગી જતા ગંભીર હાલતે ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.  આ ઘટનાની પ્રાથમિક વિગત મુજબ ભાવનગર શહેર ના બોરતળાવ ધોબી સોસાયટી માં રહેતો અને ધોબી કામ કરતો અબ્દુલ વહાબ ફકીર મહંમદ ૩૪ ચાવડીગેટ થી એસ.ટી.તરફ આવી રહ્યો હતો તે વેળા અજાણ્યા શખ્સોએ તમંચા જેવા હથિયાર માથી  ફાયરિંગ કરી નાસી છુટ્યા હતાં ઈજાગ્રત યુવાન ને સારવાર અર્થે સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જયાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો ઘટના સ્થળે તથા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેના સસરાએ જણાવ્યું હતું  મુસ્તુફા ગફારભાઈ ઘોઘારી (રહે. સાઢીયાવાડ)વાળાએ મારા જમાઈની ગોળી  મારી હતી કરી હતી અને તેની સાથે બે ત્રણ અજાણ્યા શખ્સો પણ હતા.