મહારાજા તખ્તસિંહજીએ બનાવેલ પ્રેમના પ્રતિક સમાન સૌરાષ્ટ્રનો તાજમહેલ ગંગાછત્રી

432

ભાવનગર શહેરની મધ્યમાં ગંગાજળિયા તળાવની લગોલગ આવેલ ગંગાછત્રી નામના સંપુર્ણ આરસના સુંદર સ્થાપત્યને ભાવનગરના મહારાજા  તખ્તસિંહજીએ સને ૧૮૭૫માં પાટવીકુંવર ભાવસિંહજીને જન્મ આપીને સદગત થયેલ પોતાના ગોંડલ વાળા રાણી માજીરાજબાના સ્મરણાર્થે સને ૧૮૯૩માં બંધાવવામાં આવેલ.

રાજપૂત અને મુગલ શૈલીનું સામંજસ્ય ધરાવતી આ ગંગાછત્રી તેની અતિ બારીક કોતરણીવાળી ફુલવેલની નાજુક ભાત ધરાવતી જાળી તથા કોતરણીવાળા થાંભલાઓની વિશિષ્ટતા ધરાવે છે.

આ છત્રી મુંબઈની હુન્નર શાળાના પ્રિન્સીપાલ જહોન ગ્રિફિથ દ્વારા યોજના કરાયેલ અને તે પ્રમાણે ભાવનગર રાજ્યના જાહેર બાંધકામ શાખાની દેખરેખ હેઠળ કાઠિયાવાડના કારીગરો દ્વારા સને ૧૮૭૭માં આ ગંગાછત્રીનું કામ શરૂ થયું અને સને ૧૮૯૩ માં પૂર્ણ કરવામાં આવ્યુ.

આ સ્મારકને સરકાર દ્વારા ગુજરાત પ્રાચીન સ્મારકો અને પુરાતત્વ વિષયક સ્થળો તથા અવશેષો અંગેના અધિનિયમ ૨૫ સને ૧૯૬૫ થી રક્ષિત જાહેર કરવામાં આવેલ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે
Next articleમાઢીયા રોડ પાસેથી ૧૧ જુગારીઓને ઝડપી લેતી બોરતળાવ પોલીસ