પોલીસ ગ્રાઉન્ડમાં આદ્યશક્તિની આરાધના સાથે રાસ-ગરબાની રમઝટ

377

સુરક્ષા સેતુ સોસાયટી અને ભાવનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા નવાપરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરંપરાગત નવરાત્રી રાસ-ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેનો  રવિવારે પ્રથમ નોરતોથી ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગરબા કિગ વિક્રમ લાબડીયા ગૃપનાં સથવારે અત્યાધુનિક ઓરકેસ્ટ્રા અને લાઈટીંગ-સાઉન્ડનાં સથવારે રૂમઝુમ નોરતા-૨૦૧૯ શિર્ષક અંતર્ગત સુરક્ષા સેતુ સોસાયટી અને ભાવનગર જિલ્લા પોલીસ પરિવાર આયોજીત નવરાત્રી રાસ-ગરબા કાર્યક્રમનો પ્રારંભ ડી.આઈ.જી. અશોકકુમાર, જિલ્લા પોલીસ વડા  જયપાલસિંહ રાઠોડ, સીટીડીવાયએસપી મનિષ ઠાકર સહિત પોલીસ અધિકારીઓ, આમંત્રીતોની ઉપસ્થિતિમાં દિપ  પ્રાગટ્ય અને આરતી સાથે  ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. ટ્રેડીશ્નલ સહિત અવનવા વસ્ત્રો પરિધાન કરીને પ્રથમ દિવસથીજ ખેલૈયાઓએ નવરાત્રી  રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં પોલીસ અધિકારીઓ, તેમનાં પરિવારજનો, નગરજનો રાસ-ગરબે ઝુમી ઉઠ્યા હતા.            તસવીર : મનીષ ડાભી