સિંગલ યુઝ પ્લાસ્ટિક : પૂર્ણ પ્રતિબંધને લાગૂ કરાશે નહીં

374

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સરકાર સંપૂર્ણપણે પ્રતિબંધ નહીં મુકીને હાલમાં આની સામે અભિયાનને તીવ્ર કરવા માંગે છે. જનજાગૃતિ સુધી જ આને મર્યાદિત રાખવા માંગે છે. સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત મિશનનો હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાનો રહેલો નથી. જળશક્તિ મંત્રાલય દ્વારા સંચાલિત ટિ્‌વટર હેન્ડલ સ્વચ્છ ભારત પર સરકારે કહ્યું છે કે, અભિયાનનો મુખ્ય હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકની સામે જાગૃકતા જગાવવાનો રહેલો છે. સરકારી અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સરકાર સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પૂર્ણ પ્રતિબંધ લાગૂ કરવા જઇ રહી નથી. એમ માનવામાં આવે છે કે, સરકાર આનો ઉપયોગ નહીં કરવાને લઇને લોકોને જાગૃત કરનાર છે પરંતુ ઉત્પાદન ઉપર રોક માટે કોઇ નવા કાનૂન લાવવા જઈ રહી નથી. સ્વચ્છ ભારત ટિ્‌વટર હેન્ડલથી આ પ્રકારની પ્રતિક્રિયા આપવામાંઆવી છે. સરકાર અર્થવ્યવસ્થામાં પહેલાથી જ રહેલી મંદીના કારણે આ પગલાને ટાળવાના પ્રયાસમાં છે. ઓટો સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પહેલાથી જ સુસ્તી રહેલી છે. લોકોને નોકરી ગુમાવવાની ફરજ પડી રહી છે.

આવી સ્થિતિમાં સરકારને આશંકા છે કે, હાલમાં પ્લાસ્ટિક ઉત્પાદન ઉપર બ્રેક મુકવાની સ્થિતિમાં માઠી અસર થઇ શકે છે જેથી આ નિર્ણયને હાલ કઠોરરીતે લાગૂ નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત તરફથી ટિ્‌વટ પર કહેવામાં આવ્યું છે કે, મોદી તરફથી ૧૧મી સપ્ટેમ્બર ૨૦૧૯થી શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા સેવા અભિયાનનો હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકને બેન કરવાના નથી બલ્કે તેના ઉપયોગને મર્યાદિત કરવાનો રહેલો છે. લોકોમાં જનજાગૃતિ જગાવવાનો રહેલો છે. આ ટિ્‌વટમાં પીએમઓને પણ ટેગ કરવામાં આવ્યું છે. બે અધિકારીઓએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, પ્લાસ્ટિક બેગ, કપ, પ્લેટ, નાની બોટલ, સ્ટ્રો અને અન્ય કેટલાક પ્રકારના પાઉચને બેન કરવા માટે તાત્કાલિક ધોરણે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. સરકાર આના ઉપયોગમાં કમી લાવવા માટે પ્રયાસ કરી રહી છે. પર્યાવરણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના કહેવા મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રોડક્ટ જેવા પોલિથિન બેગ અને સ્ટેરોફાર્મના સ્ટોરેજ, મેન્યુફેક્ચરિંગને લઇને સરકાર રાજ્યોથી વર્તમાન કાયદાને જ લાગૂ કરવા માટે કહેશે. હાલમાં બેન માટેનો કોઇ આદેશ જારી કરવામાં આવ્યો નથી. સરકારના સૂચિત બેનના કારણે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. સોડા, બિસ્કિટથી લઇને કેચઅપ અને શેમ્પૂ જેવા પ્રોડક્ટના પેકેજિંગ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ નિર્ણય અનેક સેક્ટરો માટે અસ્તિત્વનો મુદ્દો બની ગયો હતો જેથી આ નિર્ણય ઉપર હાલ ધીમીગતિએ આગળ વધવાની યોજના તૈયાર કરવામાં આવી છે. સરકાર પણ દુવિધાભરી સ્થિતિમાં આવી ગઈ છે. બીજી ઓક્ટોબરથી જે પાંચ વસ્તુઓ ઉપર બ્રેકની વાત હતી તેમાં કેરીબેગ ઉપરાંત પ્લાસ્ટિક અને થર્મોકોલની કટલરી વસ્તુઓ, પાઉચ, ૨૦૦ મિલીથી નાની બોટલો સામેલ હતી પરંતુ હાલમાં કોઇ દંડની વ્યવસ્થા કરવામાં આવી નથી.

Previous articleમહાત્મા ગાંધી અને શાસ્ત્રીને દેશભરના લોકોએ યાદ કર્યા
Next article૫-૧૦ લાખ સુધીની આવક ઉપર ૧૦ ટકા ટેક્સ સ્લેબ પર વિચારણા